Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

૧.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ યોજના થકી ઘરે ઘરે પુરતા પ્રેસરથી પાણી મળશે : બાવળીયા

સુરેન્દ્રનગર તા.૧૯ : અંદાજે ૨૦ હજારની વસ્તી ધરાવતા તેમજ આર-અર્બન વિલેજ હેઠળ સમાવેશ થયેલ લખતર ગામના લોકોને દ્યરે દ્યરે નિયમિત અને પુરતા પ્રેસરથી પાણી પહોંચે તે માટે અંદાજિત રૃપિયા ૧.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાઇપ લાઈન તેમજ ટાંકી બનાવવાની યોજનાનું રાજયના પાણી પુરવઠા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ખાતમુહૂર્ત કર્યું હતુ.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયના દ્યરે દ્યરે પીવા લાયક પાણી આપવાના સંકલ્પને સાચા અર્થમાં સાર્થક કરવાની દિશામાં આપણે એક પગલું માંડવા જઈ રહ્યા છીએ. લખતર ગામની પાણીની સમસ્યાના નિરાકરણ માટે આશરે ૧,૮૯,૩૩,૭૨૬/- રૃપિયાના ખર્ચે આ યોજના તૈયાર થવા જઈ રહી છે, ત્યારે આવનારા સમયમાં આ યોજના થકી લખતરના દરેક દ્યરે પૂરતા પ્રેશરથી અને નિયમિત પાણી મળવાનું શરુ થશે. લોકભાગીદારીથી શરુ થયેલા આ કામમાં લખતર ગામના સરપંચ અને પાણી સમિતિના સભ્યો સહિત ગ્રામજનોએ અંગત રસ લઈ દ્યર દીઠ એક હજાર રૃપિયાનો ફાળો એકઠો કર્યો એ ખરેખર સરાહનીય છે.

પ્રભારી મંત્રીશ્રીએ આ યોજના પર કામ કરનારી સંસ્થા તેમજ લગત અધિકારીઓને કામને ઝડપી પૂરું કરવા તેમજ કામની ગુણવત્ત્।ા બાબતે કોઈ ચૂક ન થાય તે જોવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટમાં ૧૪ લાખ લીટરની ક્ષમતા ધરાવતો આર.સી.સી અંડરગ્રાઉન્ડ સંપ અને ૭ લાખ લીટરની ક્ષમતા ધરાવતો ઈ.એસ.આર એમ બે દ્યટકો સાથે ગામમાં ૭૫ થી ૩૧૫ એમ.એમ ડાયામીટરની પી.વી.સી. પાઇપ લાઈનઙ્ગ ગોઠવવામાં આવશે. જેથી ગામના તમામ કુટુંબોને જરૃર મુજબનું પાણી મળી રહે. આ યોજનાની સમગ્ર તાંત્રિક મંજૂરી, વહીવટી મંજૂરી તથા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે. આ પ્રોજેકટ આશરે ૫ થી ૬ મહિનામાં પૂરો કરવાના ઉદ્દેશ સાથે તેનું પ્રભારી મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરી કામગીરીની શરૃઆત કરવામાં આવી છે.

આ પ્રસંગે વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી જુમાનાબેન રંગવાલા, વાસ્મોના જિલ્લા કોર્ડીનેટરશ્રી તક્ષેશભાઈ મંડલી, લખતર તાલુકા પ્રમુખ કીર્તિરાજસિંહ રાણા, સરપંચશ્રી પ્રહલાદભાઈ ચાવડા, ઉપસરપંચ, પાણી સમિતિના તેમજ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:22 pm IST)