Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નરેન્‍દ્રભાઇએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે : ભૂપેન્‍દ્રભાઇ પટેલ

કોડીનારમાં ડો.પ્રદ્યુમનભાઇ વાજાના સમર્થનમાં જાહેરસભા યોજાઇ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૧૯ : કોડીનાર વિધાનસભા બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર ડો. પ્રદ્યુમન વાજાના સમર્થન માટે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જાહેર સભાને સંબોધતા કહ્યું કે નરેન્‍દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતી શરૂ કરી છે અને શિક્ષણ પાણી વીજળી આરોગ્‍ય જેવી સુવિધાઓ સરકારે આપી છે.નરેન્‍દ્રભાઈ મોદીએ નર્મદાના નીર થકી રાજયના છેવાડા સુધી પાણી પહોચાડ્‍યું છે અને તેમાં પણ ભારત અને દુનિયામાં ગુજરાત ને રોજગારી માટે પહેલી પસંદ બનાવ્‍યું છે જે જે કામોના ખાત મુહર્તᅠ થયા છે તેના લોકાર્પણ પણ અમેજ કરવાના છીએ કોરોનાકાળ માં ભાજપ નાગરિકો ની સાથે ઉભું રહ્યું હતું અને નીતિ આયોગના આંકલનમા ગુજરાત નંબર વન છે. તેમ જણાવ્‍યું હતું.

જયારેᅠકોડીનાર તાલુકાની આમ જનતાની જીવાદોરી સમાન છેલ્લા ઘણા વર્ષથી બંધ પડેલો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ચાલુ થાય તે માટે માટે અગાઉ ચૂંટણી સભા વખતે દેશના ગૃહ મંત્રી અમિત શાહે તાલુકાની પ્રજાને આ ખાંડ ઉદ્યોગ ચાલુ કરવા ખાતરી આપી હતી અને તે પ્રશ્નને ધ્‍યાને લઈ માજી સાંસદ દીનુભાઈ સોલંકી એ પ્રજાને વિશ્વાસ દેવા માટે જણાવ્‍યું હતું કે કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ધમધમતો કરવા રૂપિયા ૩૦ કરોડની આર્થિક સહાય રાજય સરકાર દ્વારા મળે તે માટેની દરખાસ્‍ત મુખ્‍યમંત્રી સુધી પહોંચી ગઈ છે જેને ચૂંટણી પછી મંજૂરીની મહોર લાગશે તેવું જણાવેલ જયારે ભા. જ. પ ના ઉમેદવાર ડો.પ્રદ્યુમન વાજા ને મુખ્‍ય મંત્રી એ ચૂંટણી પછી આવી ખાંડ ઉદ્યોગ ચાલ કરવાની વાતની વિશ્વાસ આપી મળવા આવવા જણાવ્‍યું હતું.

આજની સભામાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ બારડ ઝવેરીભાઈ ઠકરાર માજી સાંસદ દિનુભાઈ સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર શહેર ભાજપ પ્રમુખ હરિભાઈ વિઠલાણી માજી સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી સહીત લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:50 am IST)