Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જુનાગઢ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્‍ટની કન્‍યા બી એડ પરિણામમાં ગુજરાતમાં પ્રથમ

 જુનાગઢ : અંધ કન્‍યા છાત્રાલયમાં રહીને અભ્‍યાસ કરતી અંધ દીકરીઓને દ્રષ્ટિ ન હોવા છતાં આંતર દ્રષ્ટિથી બી.એડ સેમેસ્‍ટર ૩ માં મુછડીયા ચાંદની બાબુભાઈ ૯૭.૯૨%, કેશવાલા ભાવના નાનુભાઈ ૯૭.૯૨%, મહેતા ભગવતી ગોરધનભાઈ ૯૭.૭૪% તેમજ ઓલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ બીએડ રીઝલ્‍ટમાં પ્રજ્ઞાચક્ષુ વાળા રમીલા બાબુભાઈ ૮૯% સાથે અંધ કલ્‍યાણ મંડળ રાજકોટ દ્વારા રોકડ પુરસ્‍કાર તેમજ પ્રમાણપત્ર મેળવવા બદલ અંધ કન્‍યા છાત્રાલયના પ્રમુખ મનસુખભાઈ વાજા,ટ્રસ્‍ટી મુકેશગીરી એસ મેઘનાથી, દાતાર સેવક બટુક બાપુ ,અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, મનીષભાઈ લોઢીયા તેમજ તમામ ટ્રસ્‍ટીઓ અને આદિત્‍ય કોલેજના પ્રિન્‍સિપાલ શ્રીડાંગર સાહેબે આ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને અંધ હોવા છતાં સારું પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા, અને આવી જ રીતે અંધ દીકરીઓ પોતાની પ્રગતિ કરી પગ ભર થાય એવી  શુભેચ્‍છા પાઠવી હતી. તેમજ સંસ્‍થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્‍યું હતું કે આ ઝળહળતા પરિણામનો શ્રેય જે દાતાઓ તરફથી શૈક્ષણિક ફી ચૂકવવામાં આવે છે તે દાતાઓને પણ કુદરત આવી મદદ કરવાની શક્‍તિ અર્પે એવી પ્રાર્થના કરી હતી.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:55 am IST)