Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

૫૦૦ ના દરની કુલ ૫,૯૫,૦૦૦ રૂપીયાની જુની ચલણી નોટ જપ્ત કરતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા

રાજકોટ : પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ રાજકોટ વિભાગ –રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરફેર કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પી.સી સીંગરખીયા ઇન્યા પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને પી.સી. શીંગરખીયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. તથા સ્ટાફના એ.એસ.આઇ ભીખાભાઇ નગાભાઇ ગાગીયા, રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, ઇરફાનભાઇ આદમભાઇ ખીરા, પોલીસ હેડ કોન્સ. નિલેશભાઇ હાજાભાઇ કારેણા, કિશોરસિંહ ભગુભા જાડેજા, પો.કોન્સ. મહાવીરસિંહ બળવતિય ગોહીલ એ રીતેના સ્ટાફના માણસો ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી લગત કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પોલીસ ડ્રેડ કોન્સ. નિલેશભાઇ હાજાભાઇ કારેણાની બાતમી હકીકત આધારે કાનાભાઇ અરજણભાઇ ભાટુ જાતે આહિર ઉં.વ.૫૫ રહે. ચોખડા ગામ, નવાપરા તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા વાળા પાસેથી ભારત સરકાર દ્વારા નોટબંધી વખતે ચલણમાંથી રદ કરેલી ભારતીય ચલણની ૩,૫૦૦ ના દરની કુલ નોટ નંગ-૭૧૦ કિં.રૂ.૩,૫૫,૦૦૦૮ કબ્જે કરવામાં આવેલ અને આ ઉપરાંત તપાસ દરમ્યાન આ કાવતરામાં સંડોવાયેલ અરજણભાઇના મીત્ર વાધાભાઇ રાજાભાઇ ઓડેદરા,( રહે, ભાવપર ગામ તા. જી.પોરબંદર વાળા) પાસેથી વધુ ૩,૫૦૦ ના દરની કુલ નોટ નંગ- ૪૮૦ કિ.રૂ ૨,૪૦,૦૦૦ કબ્જે કરવામાં આવેલ છે આમ, ભારત સરકારશ્રી દ્વારા નોટબંધી સમયે ચલણમાંથી રદ કરેલી ભારતીય ચલણની કુલ નોટ નંગ ૮૯૦ કુલ કિંમત રૂપીયા - ૫,૯૫૦૦૦૮ જપ્ત કરવામાં આવેલ છે.

  વધુ તપાસ દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં  ટીમ 1 (૧) પી.સી.સીંગરખીયા પોલીસ ઇન્સપેક્ટર (૨) રાજેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ. (૩) ભીખભાઇ ગાગીયા, એ.એસ.આઇ, (૪) ઇરફાનભાઇ ખીરા, એ.એસ.આઇ. (૫) દિનેશભાઇ માડમ, પોલીસ હેડ કોન્સ. (૬) કિશોરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. (૭) નરેન્દ્રસિંહ રાઠોડ . પોલીસ હેડ કોન્સ. (૮) મહાવિરસિંહ ગોહીલ, પોલીસ કોન્સ (૯) પબુભાઈ માયાણી, પોલીસ કોન્સ (૧૦) ખેતશીભાઇ મુન, પોલીસ કોન્સ (૧૧)વિજયસિંફ જાડેજા, પોલીસ કોન્સ જોડાયું હતા

(10:10 am IST)