Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિસાવદરમાં અંડરબ્રીજમાં પાણી ભરાતા ખાનગી બસ ફસાઈ

ભારે વરસાદ થતાં મુશ્‍કેલી સર્જાઈ અચાનક જ પાંચથી છ ફૂટ ઉંડા પાણીમાં બસ ગરકાવ, ટ્રેક્‍ટર અને જેસીબીની મદદ લેવી પડી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૦: વિસાવદર શહેરમાં ગઇકાલે ગાજવીજ સાથે એકીસાથે ચારᅠ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અનેᅠ રેલ્‍વે અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયેલા હતા અને તેવામાં ખાનગી ટ્રાવેલ્‍સ બસ પાણીમાં ગરકાવ થતાં ભારે મુશ્‍કેલી સર્જાઇ હતી.

ધારી બાયપાસ પર આવેલા રેલવેના અંડરબ્રિજમાં વરસાદના કારણે પાંચથી છ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ અંડરબ્રિજ પાણી ભરાઇ ગયેલ હોવાથી બંધ કરવામાં આવે છે પરંતુ તેના દરવાજા બંધ કરવામાં નહીં આવતા ખાનગી ટ્રાવેલ્‍સ ના ચાલાકે બસ અંડરબ્રિજમાં જવા દીધી અને અંડરબ્રિજમાં પાણી ભરેલું હતું ધીમે ધીમે બસ પાણીમાં પાંચથી છ ફૂટ જેટલી ઘુસી જતા બંધ થઈ ગઈ હતી. બસને બહાર કાઢવી ખૂબ જ મુશ્‍કેલ હતું.ᅠ તંત્ર અને ખાનગી ટ્રાવેલ્‍સ ના સંચાલકો સહિતના લોકોએ મળી અને પાણીમાં પાંચથી છ ફૂટ ઊંડા પાણીમાં ઘૂસી ગયેલી બસ ને બહાર કાઢવા માટેની તજવીજ શરૂ કરી હતી.

રેલવેના અંડરબ્રિજમાં વચ્‍ચે ખૂબ જ પાણી ભરેલું હોય જેથી અજાણ્‍યા વાહન ચાલકોને તેની જાણ હોતી નથી. જેના કારણે ધીમે ધીમે કરી અને વાહન પાણી માં ઘુસી જાય છે અને દુર્ઘટના બને છે. અંડર બ્રિજ ના બંને તરફ દરવાજા પણ છે વરસાદના સમયે પાણી ભરાય ત્‍યારે દરવાજા બંધ કરી દેવામાં આવતા હોય છે પરંતુ તંત્ર દ્વારા દરવાજા બંધ કરવામાં ન આવતા રસ્‍તો શરૂં હોવાનું માની વાહનચાલકો અંડરબ્રીજમાં પસાર થાય અને દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે.

(1:28 pm IST)