Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલનાં અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા સૂચનો કર્યા

જામનગર:રાજ્યના કૃષિ , પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલના અધિકારીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ જે તે અધિકારીઓને જામનગર જિલ્લામાં જે તે જગ્યાએ ફીડર બદલવાની જરૂર હોય તે બદલાવવા, ટિસી બદલવા અંગે, ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે, સમયાંતરે સબ સ્ટેશનની વિઝિટ કરવી, ઔધોગિક વિસ્તારોમાં વીજળીના પ્રશ્નો ન રહે તેમજ જે જગ્યાએ વીજળીના ફોલ્ટ હોય તેનું તાત્કાલિક નિરાકરણ અર્થે સ્પેશિયલ ટીમ બનાવીને કામગીરી કરવા સૂચનો હાથ ધર્યા હતા. આ બેઠકમાં મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવા પીજીવીસીએલનાં ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.

(7:20 pm IST)