Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જામનગરના મોરારસાહેબનાં ખંભાળિયામાં જુની અદાવતમાં હથીયારોથી જીવલેણ હુમલો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: જામનગર જિલ્લાના મોરારસાહેબનું ખંભાળીયા ગામે રહેતા પરાક્રમસિંહ સાવજુભા જાડેજા એ પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૯-ર૦રરના જામનગરમાં હાપા મારૂતીના શો રૂમથી થોડેક આગળ આરોપીઓ આફરીદ ઉર્ફે ભાયાજી, ઈદાયત ઉર્ફે ભાયજી, આફરીદની સાથે આવેલ સીદી બાદશાહ સાથે અગાઉ ફરીયાદી પરાક્રમસિંહને ધ્રોલના મેળા બાબતની માથાકુટ હોય જેનું મનદુઃખ રાખી આજરોજ ફરીયાદી પરાક્રમસિંહ તથા સાહેદ સ્‍વીફટ કાર લઈને જોડીયાથી જામનગર ખાતે જતા હોય ત્‍યારે સાંજના આઠેક વાગ્‍યાની આસપાસ હાપા મારૂતીના શો-રૂમની આગળ પહોંચતા પાછળથી આવેલ સફેદ કલરની અટીંગો કાર માંથી ઈદાયત ઉર્ફે ભુરો હાથમાં કોયતો લઈને તથા આફરીદ ઉર્ફે ભાયજીના હાથમાં લાકડાનો ધોકો લઈને તથ આફરીદની સાથે આવેલ સીદી બાદશાહ ડાડો હાથમાં લાકડાનો ધોકો લઈને તથા એક અજાણ્‍યાો ઈસમ ગાડીમાંથી ઉતરી અને ફરીયાદી પરાક્રમસિંહની નજીક આવી સ્‍વીફટ કારમાં ડ્રાઈવર સાઈડનો આગળના કાચમાં લાકડાનો ધોકો મારી કાચ તોડી નાખી તેમજ કોયતા હથીયારથી ડ્રાઈવર સાઈડના દરવાજા પર ઘા મારી કારમાં નુકશાન કરી અને આરોપી ઈદાયતએ ફરીયાદી પરાક્રમસિંહનો કાઠલો પકડી કહેલ કે હવે પછી ધ્રોલમાં કયાય દેખાતો નહી નહીતર જીવતો નહી રેવા દઉ તેમ કહી ફરીયાદી પરાક્રમસિંહને બે ઝાપટો મારેલ અને આરોપીઓએ આફરીદ ઉર્ફે ભાયજી તથા સીદી બાદશાહ તથા અજાણ્‍યા માણસએ ફરીયાદી પરાક્રમસિહને પાછળથી પગમાં લાતો મારી શરીરે ઈજાઓ કરેલ અને સાહદે અજયસિંહ ફરીયાદી વિક્રમસિંહને છોડાવવા વચ્‍ચે પડતા આરોપીઓએ તેને પણ જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી વચચે નહીં પડવા જણાવી અને હથીયારો લઈ કાર સાથે નાશી જઈ ગુનો કરેલ છે.

 સાધના કોલોનીમાં દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, સાધના કોલોની જલારામ ચોક, રાજહંસ લોન્‍ડ્રી પાસે આરોપી પુનીતભાઈ બીપીનભાઈ દાણીધાર એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

મહિલાને માર માર્યાની રાવ

અહીં ગોકુલધામ સોસાયટી શેરી નં.૩ દરેડ ગામે રહેતા મનીષાબેન નરેશભાઈ પંચાલ, ઉ.વ.૩ર એ પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી મનીષાબેનને આરોપી રેખાબેન, રેખાબેનના દિકરાએ મનફાવે તેમ ગાળો આપી તથા લાકડી વડે મુંઢમાર મારી ઈજા કરી ગુનો કરેલ છે.

ગાળો બોલવાની ના પાડતા બઘડાટી બોલી

કાલાવડ ગામે મ્‍યુનીસીપલ હાઈસ્‍કુલ પાછળ, દેવીપુજકવાસમાં રહેતા વિક્રમભાઈ મનસુખભાઈ સોલંકી, ઉ.વ.રપ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર વિકીભાઈ નભાભાઈ દેલવાણીયા, સોહીલભાઈ નભાભાઈ દેલવાણીયા, વીકીનીમાં ફરીયાદી વિક્રમભાઈના ઘર પાસે ગાળો બોલતા હોય જેથી ફરીયાદી વિક્રમભાઈના બાએ ગાળો બોલવાની ના પાડતા વધારે ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી વિક્રમભાઈના ઘરે જતા આરોપી વિકીભાઈ તથા સોહીલભાઈએ જેમ ફાવે તેમ ગાળો આપી પકડીને ઢીકાપાટુનો મારમારી આરોપી વિકીભાઈએ ફરીયાદી વિક્રમને લોખંડની ખંપાળી ડાબા પગની પાનીમાં મારી ફેકચર કરી તથા આઠ ટાંકાની ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

વિદ્યાર્થીનીનો ગળે ફાંસો

લાલપુર તાલુકાના મેઘપર પડાણા ગામે રહેતા સંજયસિંહ જેસંગજી જાડેજા, ઉ.વ.૪ર એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ગણેશ વિધા સંકુલ હોસ્‍ટેલના રૂમમાં ખારવા ગામે, તા.ધ્રોલમાં મરણજનાર મહેશ્‍વરીબા સંજયસિંહ જાડેજા, ઉ.વ.૧૪ એ કોઈપણ કારણોસર પોતાની જાતે હોસ્‍ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.

પાટણ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામજોધપુર તાલુકાના પાટણ ગામમા કરાર સિમમાં આવેલ દિપકભાઈ મંગાભાઈ કથરેજાની વાડીની બહાર ખુલ્લા પટ્ટમાં આરોપીઓ ધીરૂભાઈ ચનાભાઈ સોલંકી, દિપકભાઈ મંગાભાઈ કથરેજા, કિશોરભાઈ પોલાભાઈ સોલંકી, વિનેશભાઈ પ્રેમજીભાઈ કથરેજા, સંજયભાઈ બટુકભાઈ મકવાણા, જેન્‍તીભાઈ હાજાભાઈ સોલંકી, અરવિંદભાઈ પરસોતમભાઈ સુરેલા એ ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૭ર૦/ તથા ટોચબતી કિંમત રૂ.ર૦/ મળી કુલ રૂ.૧૦,૭૪૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:40 pm IST)