Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મોરબીના નાની વાવડી ગામે ભૂમિ ટાવરમાં રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું : છ પત્તાપ્રેમીઓ પકડાયા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે ભૂમિ ટાવરમાં રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે ભૂમિ ટાવર ફ્લેટ ૨૦૩ માં રહેતા અમરશીભાઈ રાઘવજીભાઈ રૂપાલા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉધરાવી જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા અમરશીભાઈ રાઘવજીભાઈ રૂપાલા, દુર્લભજીભાઈ મોહનભાઈ રૂપાલા, ચંદુલાલ નરશીભાઈ સંધાણી, લખમણભાઈ બાબુભાઈ ગોગરા, મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા અને જયકિશન યોગેશભાઈ ખાંભરાને રોકડ રકમ રૂ,૬૯,૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

(11:00 am IST)