Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોરબીના રોટરી ક્લબ દ્વારા “રોટરીની ધમાલ ગલીમાં” અનોખા કાર્યક્રમનું આયોજન.

બાળકોને શેરી રમતોથી પરિચિત કરાવવા માટે રોટરીની ધમાલ ગલીમાં નામે અનોખા કાર્યક્રમનું આયોજન

મોરબીના રોટરી ક્લબ દ્વારા બાળકો માટે શેરી રમતોનું અનેરું આયોજન કર્યું છે અને બાળકોને શેરી રમતોથી પરિચિત કરાવવા માટે રોટરીની ધમાલ ગલીમાં નામે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રોટરી ક્લબ મોરબી અને ઈન્ટરેકટ ક્લબ મોરબી દ્વારા તા. ૨૬ ને રવિવારે સવારે ૦૭ : ૩૦ કલાકથી જીઆઈડીસી મેઈન રોડ મોરબી ખાતે રોટરીની ધમાલ ગલીમાં કાર્યક્રમ યોજાશે જેમાં લંગડી, દોરડા કુળ, આંધળો પાટો, વર્તુળનો રાજા, કોથળા દોડ, ધમાલિયો ધોકો, થાકલા દાવ, કેટલા રે કેટલા, નાળીયેર ફેંક સહિતની દેશી રમતો રમાડવામાં આવશે.

ઉપરાંત યોગા, લાઈવ ડીજે, સેલ્ફી ઝોન પણ ઉપલબ્ધ હશે જે રમત ગમતમાં જોડાવવા માટે કોઈ રજીસ્ટ્રેશનની જરૂરિયાત નથી અને દરેક વયના તમામ નાગરિકો જોડાઈ શકશે.

(11:51 pm IST)