Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોરબીમાં ૭૫ હજારના લાંચ પ્રકરણમાં ઝડપાયેલ ક્લાર્ક સહિતના બે આરોપીઓના રિમાન્ડ મંજુર

કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

મોરબીના ફડસર ગામમાં ગાડા માર્ગ વિવાદ અંગેના કેસમાં પ્રાંત અધિકારી કચેરીના કલાર્કે ૭૫ હજારની લાંચ માંગી હોય જેથી એસીબી ટીમે છટકું ગોઠવીને ક્લાર્ક સહિતના બે આરોપીને ઝડપી લીધા હતા જે બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે

ફડસર ગામની જમીનમાં અવરજવર માટેના ગાડા માર્ગના વિવાદ અંગે પ્રાંત કચેરીમાં અપીલ કેસ ચાલતો હોય જેમાં ફેવરમાં હુકમ કરવા આરોપી ક્લાર્ક દ્વારા ૧ લાખની લાંચની માંગણી કરી હોય અને ૭૫ હજાર આપવાનું નક્કી થયું હતું જોકે અરજદાર લાંચ આપવા માંગતા ના હોય જેથી એસીબીમાં ફરિયાદ કરતા અમદાવાદ એસીબી ટીમે મોરબી નજીકથી આરોપી ક્લાર્ક નિર્મલ જીલુભાઈ ખુંગલા અને ધર્મેન્દ્ર બારેજીયા એમ બે આરોપીને ૭૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.
જે બંને આરોપીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજુ કરતા તા. ૨૫ સુધીના ચાર દિવસના રીમ્ન્દ કોર્ટે મંજુર કર્યા હતા જે કેસમાં વધુ તપાસ મોરબી એસીબી પીઆઈ પ્રવીણ ગઢવી (લીલા) ચલાવી રહ્યા છે.

(11:52 pm IST)