Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઉમિયા પરિવાર મોરબી જીલ્લા દ્વારા ગંગાસ્વરૂપ માતાની દીકરીઓ માટે સમૂહલગ્ન યોજાશે

તા. ૧૭-૦૨-2022ના રોજ સોખડા હનુમાન મંદિર (બેલા) ના પટાંગણમાં કનકેશ્વરી માતાના આશીર્વાદ સાથે આયોજન

માળિયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના સહયોગથી મોરબી ખાતે ગંગા સ્વરૂપ માતાઓની દીકરીઓના સમુંહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે

બજરંગ ધૂન મંડળીના સેવક, ખરેડા ગામના સેવાભાવી ધનજીભાઈ ભગવાનજીભાઈ ડઢાણીયા અને તેના પત્ની કંચનબેન દ્વારા ઉમિયા પરિવારમાં ગંગા સ્વરૂપ માતાઓની દીકરી માટે સમૂહ લગ્નનું આયોજન તા. ૧૭-૦૨-૨૦૨2 ને ગુરુવારના રોજ સોખડા હનુમાન મંદિર (બેલા) ના પટાંગણમાં કનકેશ્વરી માતાના આશીર્વાદ સાથે આયોજન કરવામાં આવ્યું છે
જે કાર્યને સફળ બનાવવા માળિયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ જવાબદારી સ્વીકારી છે જેથી લગ્ન રજીસ્ટ્રેશન સમિતિની ઓફીસ ખાતેથી કરવામાં આવશે લગ્ન નોંધણી માટે તા. ૧૫-૦૧-૨૦૨૨ સુધીમાં સંપર્ક કરવા જણાવ્યું છે શ્રીજી હોલ, માર્કેટિંગ યાર્ડ પાસે, શનાળા રોડ મોરબી ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે

(11:54 pm IST)