Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોરબીની નવયુગ કિડ્સ અને નવયુગ પ્રી-સ્કૂલમાં બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ સેમીનાર યોજાયો.

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિવિધ વિભાગોમાં સમયાંતરે ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન થતું હોય છે જેના ભાગરૂપે નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ ( ઈંગ્લીશ મિડિયમ) ના ટીચર્સ માટે ટીચર્સ ટ્રેનીંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટીચર્સ ટ્રેનીંગ સેમીનારના પ્રથમ દિવસે રાજકોટના નામાંકિત સાઇકોલીજીસ્ટ તેમજ મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયાએ માર્ગદર્શન આપ્યું હતું સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ પોતાના બહોળા અનુભવનો નિચોડ આપી બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગે માહિતગાર કર્યા હતા. સેમિનારના બીજા દિવસે ચાઈલ્ડ સાઇકોલીજીસ્ટ ડો.નિયતિ ભટ્ટ (લંડન) એ ચાઈલ્ડ સાઇકોલોજી તેમજ નાના બાળકોને લગતા વિવિધ મુદ્દાઓ પર ટ્રેનીંગ આપી હતી
જે બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ સેમીનારને સફળ બનાવવા પ્રિન્સીપાલ ડો. પરેચા, કો ઓર્ડીનેટર રશ્મીબેન, પીન્કીબેન સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:55 pm IST)