Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા “યુવા નાદ” કાર્યક્રમ યોજાયો: વિશાળ રેલી

મોરબી : એબીવીપી મોરબી દ્વારા યુવા નાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી શહેરના કોલેજ કેમ્પસની કારોબારી ની ઘોષણા કરવામાં આવી હતી અને વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ઓમ વીવીઆઈએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે વિશ્વરાજસિંહ ઝાલા, પી. જી. પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે દેવાંશભાઈ હિરાણી , આર.ઓ.પટેલ.મહિલા કોલેજ કેમ્પસ પ્રમુખ રીયાબેન ભટ્ટની નિમણુક કરવામાં આવી છે.
  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા આજ રોજ યુવા નાદ કાર્યક્રમ યોજાયો જેમાં કોલેજોની કેમ્પસ કારોબારીની ઘોષણા ઉપરાંત રેલી યોજવામાં આવી હતી જેમાં ઓમ શાંતિ વિદ્યાલયના ટ્રસ્ટી ટી.ડી.પટેલ તેમજ ABVP ના ભાવનગર અને રાજકોટ વિભાગ સંગઠન મંત્રી રાહુલ ગૌડ, વિભાગ સહ સંયોજક કુશાલભાઈ ટોલિયા, મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, મોરબી જિલ્લા સંયોજક સંદિપસિંહ જાડેજા, મોરબી નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્ગા, નગર મંત્રી વિશ્વરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા

(11:53 pm IST)