Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા બાર એસોના નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરાયું.

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મોરબી બાર એસોના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી બાર એસોના પ્રમુખ તરીકે વિજયી બનેલ જીતેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ચિરાગભાઈ કારીયા, સેક્રેટરી જીતેનભાઈ અગેચણીયા, જોઈન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરીયા અને કારોબારી સદસ્ય ઉદયસિંહ જાડેજાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું

જે સન્માન કરતી વેળાએ મોરબી જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ તથા તપનભાઈ દવે, ઉપપ્રમુખ તથા પ્રભારી ધ્રુવકુમારસિંહ જાડેજા તથા શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અજયભાઈ ગરચર, કેયુરભાઈ પંડ્યા, રાહુલભાઇ હુંબલ, મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરિયા, ITSM ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા વગેરે હાજર રહી નવનિયુક્ત બાર એસોસિયેશનના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

(11:56 pm IST)