Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોરબીના રવાપરની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં સરપંચનો તાજ નીતિન ભટ્ટાસણાના શિરે:મોડી સાંજ સુધી ઇન્તેજારી ના અંતે પરિણામ જાહેર.

મોરબી જિલ્લાની સૌથી મોટી ગણાતી અને રિયલ એસ્ટેટ હબ સમાન રવાપર ગ્રામ પંચાયતનું પરીણામ જાહેર થઈ ગયું છે. જિલ્લાની સૌથી હાઈ વોલ્ટેજ ગણાતી એવી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે નીતિનભાઈ ભટ્ટાસણાનો વિજય થયો છે. તેમના ઉપર ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

મોરબી જિલ્લાની સૌથી મોટી એટલે કે   ૧૨૭૯૪ મતદાર ધરાવતી રવાપર ગ્રામ પંચાયત કબ્જે કરવા કીટલી,કાતર, ઘડો, સિલાઈ મશીન, ઈસ્ત્રી, પ્રેસર કુકર સહિતના ચૂંટણી ચિન્હો સાથે સરપંચ અને સભ્ય બનવા થનગનતા યુવાઓ અને પાકા રાજકારણીઓ પણ મેદાનમાં ઉતર્યા હતા. રવાપર ગ્રામ પંચાયત હેઠળ ૬૫૫૦ પુરુષ અને ૬૨૪૪ મહિલા મતદારો નોંધાયેલા છે અને મોટાભાગના મતદારો યુવા અને શિક્ષિત હોય પ્રતિષ્ઠા ભર્યા આ ચૂંટણી જંગમાં મતદારોએ હોંશભેર મતદાન કર્યું હતું.
મોરબીના મોટાભાગના પોશ વિસ્તાર અને સીરામીક ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાં જ રહેતા હોવા ઉપરાંત શહેરની ભાગોળે આવેલ રવાપર રિયલ એસ્ટેટનું પણ હબ ગણાતું હોય અહીંની ગ્રામ પંચાયતની ચૂંટણી સમગ્ર જિલ્લામાં હાઈ વોલ્ટેજ બની રહી છે. ત્યારે અંતે આજે જનાદેશ જાહેર થયો છે. જેમાં નીતિનભાઈ રૂગનાથભાઈ ભટ્ટાસણાની ૭૩૪ મતની લીડથી જીત થઈ છે.
વોર્ડ વાઇઝ વિજેતાઓની યાદી,
વોર્ડ નં.૧માં સગુણાબેન મહેન્દ્રકુમાર ચાડમિયા ૧૦૭ મતની લીડથી વિજેતા
વોર્ડ નં. ૨માં સિદ્ધાર્થ દલસુખભાઈ ચારોલા ૧૪ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૩માં કિશોરભાઈ ગોવિંદભાઇ સાગઠિયા વિજેતા
વોર્ડ નં.૪માં કરણ લલિતભાઈ કાસુન્દ્રા ફક્ત ૪ મતની લીડથી વિજેતા
વોર્ડ નં. ૫માં અરવિંદભાઈ ભાણજીભાઈ વરમોરા ૬ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૬માં પરેશભાઈ મનજીભાઈ રાંકજા ૧૪૨ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૭માં વિનોદભાઈ ગણેશભાઇ ઘોડાસરા ૨૪૧ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૮માં શૈલેષભાઇ અંબારામભાઈ ભટ્ટાસણા ૧૭૫ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૯માં સુરેશભાઈ ચતુરભાઈ માકાસણા ૫૩ મતની લીડથી વિજેતા
વોર્ડ નં ૧૦માં નિર્મળાબેન મગનભાઈ ભાલોડિયા ૫૮ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૧૧માં ગીતાબેન દિલીપભાઈ અધારા ૪૦ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૧૨માં ભારતીબેન ભીખાભાઇ જારીયા ૬૬ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૧૩માં ભાવનાબેન કાંતિલાલ રાણસરિયા ૯૪ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૧૪માં પુષ્પાબેન દીપકભાઈ ફુલતરિયા ૯૬ મતની લીડથી વિજેતા
વોર્ડ નં.૧૫માં વીણાબેન અંબારામભાઈ અઘારા ૯૮ મતની લીડથી વિજેતા
વોર્ડ નં. ૧૬ ઉર્મિલાબેન અરુણકુમાર વિડજા ૨૩ મતની લીડથી વિજેતા.

(11:58 pm IST)