Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મેજર અપસેટ : મોરબીના ત્રાજપર બેઠક પરથી ભાજપના ધારાસભ્યના પત્ની હાર્યા

ભાજપના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના પત્ની જશુબેનનો પરાજય.

મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચુંટણીની મત ગણતરીઓ યોજાઈ રહી છે જેમાં મોરબી તાલુકામાં આવતી ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાના પત્ની મેદાને હતા જોકે ધારાસભ્યના પત્નીને હારનો સામનો કરવો પડ્યો છે

હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાના પત્ની જશુબેન સાબરીયાએ ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીની મત ગણતરી પૂર્ણ થતા ધારાસભ્યના પત્નીની હાર થઇ હતી ત્રાજપર ગ્રામ પંચાયત સીટ પરથી જયંતીભાઈ ઝીન્ઝુંવાડિયાનો વિજય થયો હતો
ભાજપના સીટીંગ ધારાસભ્યના પત્ની ગ્રામ પંચાયતની ચુંટણી હારી જતા મેજર અપસેટ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે પરષોતમ સાબરીયા અગાઉ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ હતા અને બાદમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો ત્યારે તેમના પત્ની પોતાના વિસ્તારમાં હારી જતા મતદારોએ અલગ મિજાજના દર્શન કરાવ્યા હોવાનું પણ જણાઈ આવે છે.

(12:02 am IST)