Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

"વિશ્વકર્મા મહાસભા"ગુજરાત પ્રદેશની આટકોટ ખાતે પ્રદેશ બેઠક યોજાઇ

ગુજરાત સરકાર વિશ્વકર્મા સમાજ ની નોંધ લે નહીંતર આવનારો સમય મુશ્કેલી રૂપ સાબિત થશે:રમેશભાઇ વાઘેલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ: બક્ષીપંચની અનેક યોજનાઓ છે પરંતુ ખરા અર્થમાં સરકાર બક્ષીપંચને વ્યવસ્થિત સહાય આપવી જોઈએ તે પ્રકારે નથી આવતી નિગમ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે: કિશોરભાઈ રાઠોડ પ્રદેશ મહામંત્રી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશની કારોબારી ની બેઠક રાજકોટ જિલ્લામાં આટકોટ મા સતી લોયણ માતાજીના મંદિર ખાતે મળેલ હતી આ પ્રસંગે વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમેશભાઇ વાઘેલા પ્રદેશ પ્રમુખ દુર્લભજીભાઈ મકવાણા પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ લુહાર સમાજના ભામાશા અને નિરમા ગ્રુપ કંપનીના પ્રભુદાસભાઈ પિત્રોડા (દાસ કાકા) તેમજ સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ પરમાર (કાતરવાલા) આટકોટ મા સતી લોયણ માતાજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જે.પી રાઠોડ દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ  દ્વારકા લુહાર સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ રસીકભાઈ કવા ગોંડલ જે.પી. પિત્રોડા સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાજુભાઇ પિત્રોડા સોમનાથ લુહાર સમાજ ધર્મશાળાના પ્રમુખ કાંતિભાઈ કારેલીયા ચોટીલા લુહાર સમાજ ધર્મશાળા ના પ્રમુખ જયંતીભાઈ પરમાર બોખીરા દેવતણખી ધામના પ્રમુખ વિગેરે દ્વારા દિપ પ્રાગટ્ય કરી વિશ્વકર્મા મહાસભા ના ગુજરાત પ્રદેશના કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

સમારોહના અધ્યક્ષ સ્થાનેથી વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી રમેશભાઇ વાઘેલા જણાવેલ કે આજે સમગ્ર દેશની અંદર વિશ્વકર્મા સમાજનું સંગઠન દરેક રાજ્યોમાં સારી રીતે કામ કરી રહ્યું છે અને ગુજરાતના તમામ જિલ્લામાં વિશ્વકર્મા મહાસભાની ટીમ તૈયાર છે અને ગુજરાત વિશ્વકર્મા સમાજ માટે વિશ્વકર્મા મહાસભા કાર્યરત રહેશે
વધુમાં રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કેગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વકર્મા સમાજ પર અન્યાય થઇ રહ્યો છે ગુજરાત સરકાર વિશ્વકર્મા સમાજ ની નોંધ લે નહીંતર આવનારો સમય મુશ્કેલી રૂપ સાબિત થશે.
ગુજરાત સરકારે વિશ્વકર્મા સમાજ પર ધ્યાન દેવું જોઈએ અન્ય રાજ્યની અંદર વિશ્વકર્મા સમાજ માટે બેસ્ટ યોજનાઓ બનાવવામાં આવી છે પરંતુ ગુજરાતમાં માત્ર કાગળ ઉપર કામ કરે કરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે
આવનારી 2022 ની ચૂંટણીમાં વિશ્વકર્મા સમાજ બાબતે ગુજરાત સરકાર  ચિંતા વ્યક્ત નહીં કરે તો મુશ્કેલી સમાન સાબિત થશે
આ બાબતે ગુજરાતમાં ભાજપને કે કોંગ્રેસને કોઈ પણ સરકાર હોય પરંતુ વિશ્વકર્મા સમાજ બાબતે કોઈએ ચિંતા વ્યક્ત નથી કરી માત્ર અમુક જ્ઞાતિઓનિ સમાજ નીચિંતાઓ કરી છે ત્યારે આજે  વિશ્વકર્મા મહાસભા ના માધ્યમથી ગુજરાત સરકાર પાસે અનેક માંગણીઓ સાથે આવનારા દિવસોમાં વિવિધ ઠરાઓ સાથે રજૂઆત કરવામાં આવશે
ગુજરાત વિશ્વકર્મા મહાસભાના પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડએ  જણાવેલ કે આજે માં સતી લોયણ માતાજીના મંદિરે ગુજરાત વિશ્વકર્મા મહાસભાની ગુજરાત પ્રદેશની આટકોટના આંગણે મહાસભા મળી રહી છે ત્યારે ગુજરાત ભરમાંથી તમામ જિલ્લાઓમાં થી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સૌને આવકારું છું આ સાથે વિશ્વકર્મા સમાજના ભામાશા નિરમા ગ્રુપના અને વિશ્વકર્મા સમાજના આગેવાન એવા પ્રભુદાસ પિત્રોડા (દાસ કાકા)તરીકે ઓળખાય છે તેઓ પણ આજની આ સભામાં ઉપસ્થિત રહ્યા છે તેમની સાથે સાથે ભાવનગર જામનગર દ્વારકા સોમનાથ અમરેલી રાજકોટ અમદાવાદ સુરત વડોદરા કચ્છ ભુજ ગાંધીધામ જુનાગઢ અમરેલી બગસરા જેતપુર વિગેરે જિલ્લામાંથી સમાજના પ્રમુખ પધાર્યા છે તેઓને પણ હું આવકારૂ છુંવિશ્વકર્મા સમાજ ની ચિંતા કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી રહ્યા છે તે બદલ સૌનો આભાર
 સમગ્ર દેશમાં વિશ્વકર્મા મહાસભાના નેજા હેઠળ  દેશ માં સમાજ અને સંસ્થા કામ કરી રહી છે આવા સમયે ગુજરાતમાં પણ વિશ્વકર્મા મહાસભાનું નિર્માણ કાર્ય દરેક જિલ્લામાં પુણ થઇ ગયું છે અને વિશ્વભરમાં સમાજ માટે આ સંસ્થા કામ કરી રહી છે કોઈપણ જાતના રાજકીય ક્ષેત્રની અંદર આ સંસ્થા નહીં જોડાય પરંતુ સમાજ માટે દરેક રાજકીય પાર્ટીઓને ઢંઢોધોળસે તો ખરા જ હાલમાં ગુજરાત સરકારની અનેક યોજનાઓ બક્ષીપંચ માટે છે જ પરંતુ ખરા અર્થમાં બક્ષીપંચ સમાજ ને એ યોજનાનો લાભ નથી મળતો અને એટલી બધી સમસ્યાઓ થી યોજના માં જવું પડે છે એટલા બધા ફોર્મ ભરવા પડે છે પરંતુ સરકારી તંત્ર અને ધક્કા ખવડાવે છે પરેશાન કરે છે વાસ્તવિક અને તાત્કાલિક યોગ્યતા માં જે પ્રકારે સહાય મળવી જોઈએ એ પ્રકારે મળતી નથી અને ખેડૂતોને જે પ્રકારે સરકાર ઓનલાઇન તમામ પ્રકારની સહાય આપી રહી છે એ પ્રકારે બક્ષીપંચ ને પણ સહાય આપવી જોઈએ

 હાલમાં ગુજરાત સરકાર દ્વારા બક્ષીપંચના નિગમ ચાલી રહ્યા છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન  હોય તેવું જણાઈ રહ્યું છે શિક્ષણિક લોન માટે અનેક ધક્કા ખાવા પડે છે સહાય તો આપતા નથી વ્યાજે પૈસા આપે છે પરંતુ વિદ્યાર્થીઓને સમયસર લોન નથી મળતી એને આ પ્રકારની ગરીબો ઉપર સરકાર ની મજાક ચાલી રહી છે આ બાબતે ગુજરાત સરકારે ગંભીરતાથી લઈને બક્ષીપંચ નિગમ ની અંદર બક્ષીપંચ જ્ઞાતિના જ લોકોને જોડવા જોઈએ અને વિશ્વકર્મા સમાજના નેજા હેઠળ સરકારે દરેક બાબતને ધ્યાનમાં રાખવુ જોઈએ

બક્ષીપંચની અનેક યોજનાઓ છે પરંતુ ખરા અર્થમાં સરકાર બક્ષીપંચ ને વ્યવસ્થિત સહાય આપવી જોઈએ તે પ્રકારે નથી આવતી નિગમ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે

તાજેતરમાં જ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાની રાષ્ટ્રીય બેઠક ગોરખપુર કુસી નગર ખાતે મળી હતી અને સમગ્ર દેશમાંથી વિશ્વકર્મા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એ સમયે પણ મેં રજૂઆત કરી હતી કે ભારત સરકાર દ્વારા વિશ્વકર્મા નિગમ બનાવવામાં આવે અને વિશ્વકર્મા નિગમ ના માધ્યમથી સમગ્ર દેશની અંદર વિશ્વકર્મા સમાજના માટે યોજનાઓ બનાવવામાં આવે આ બાબતે ગોરખપુર રાષ્ટ્રીય અધિવેશનમાં માગણી મૂકી હતી એ બાબતે ઠરાવો પણ થયા હતા

તેમજ ગુજરાત ભરમાં તમામ મહાનગરપાલિકા નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં વિશ્વકર્મા સમાજના કાર્યકરો બોલ લુહાર સુથાર કડિયા કુંભાર તેમજ બક્ષીપંચના વાળંદ સમાજ વિગેરે નાના સમાજની જે દુકાનો છે તે દુકાન ઉપર કોઈ કરવેરાના લાગુ પડે તે બાબતે વેરામાફી કરે આ બાબતે પોરબંદરની મહાનગરપાલિકાએ તપાસ કર્યા છે એ પ્રકારે ગુજરાતમાં તમામ નગરપાલિકા મહાનગરપાલિકામાં પણ ટેક્સ માફ કરે તેવી માગણી કરી હતી

આ સાથે ગુજરાત વિશ્વકર્મા સમાજ ની અંદર દીકરીઓના વ્યવહાર થી માંડીને પતિ-પત્નીના કજીયા અને છૂટાછેડામાં  માગીરહેલ રકમ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આવનારા દિવસોમાં આ બાબતે પણ વિશ્વકર્મા મહાસભાના દરેક જિલ્લામાં સમાજસેવા માટે યોગ્ય નિકાલ માટે સમિતિ બનાવવામાં આવશે તેમ પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે જણાવ્યું હતું


વિશ્વકર્મા મહાસભાના પ્રદેશ પ્રમુખ દુર્લભજીભાઈ મકવાણા એ જણાવેલ કે આજે જસદણ આટકોટ ના આંગણે ગુજરાત ભરમાંથી પધારેલા વિશ્વકર્મા સમાજના તમામ ભાઈ બહેનોને હું આવકારું છું વર્ષો બાદ સમગ્ર વિશ્વકર્મા સમાજની તમામ જાતિઓ માટેનું એક સંગઠન તૈયાર થયું છે જે સંગઠન સમગ્ર ભારત દેશમાં છે જેનો વ્યાપ ગુજરાતના દરેક જિલ્લામાં થયો છે અને વિશ્વકર્મા મહાસભાના માધ્યમથી વિશ્વકર્મા સમાજ ની પાસે પાંચ જ્ઞાતિઓને આ સંગઠનનો લાભ મળશે તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી

આટકોટમાં સતી માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જે.પી રાઠોડ એ જણાવેલ કે આજે અમારા નાના ગામમાં વિશ્વકર્મા મહાસભાની ગુજરાત પ્રદેશ ની બેઠક મળી તે બદલ અમો આનંદની લાગણી અનુભવીએ છીએ સાથે સાથે મા સતી લોયણ માતાજીના મંદિરનો જે પ્રકારે અમે વિકાસ કર્યો છે એ જ રીતે આવનારા સમયમાં જસદણ આટકોટ વચ્ચે જમીન લેવામાં આવી છે જેમાં વિશ્વકર્મા સમાજ બાબતે હોસ્ટેલ ઉભી કરવામાં આવશે તેની તૈયારીઓ ચાલી રહી છે અને આ બાબતે લુહાર સમાજ પણ પૂરું યોગદાન સાથે સહકાર આપશે તેવી મને ખાતરી છે તેમજ છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યોમાં પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી

આ સાથે દ્વારકા લુહાર સમાજ ધર્મશાળા ના પ્રમુખ રસિકભાઈ કવા જેતપુર લૂહાર સમાજના અગ્રણી ઉમેદભાઈ મકવાણા અમદાવાદ ખાતે પધારેલા અશ્વિનભાઈ ચૌહાણ મહુવા લુહાર સમાજ ના અગ્રણી પિયુષભાઈ લુહાર રાજકોટ દેવતણખી ગ્રુપના પ્રવીણભાઈ કવૈયા બગસરાના ચિરાગભાઈ પરમાર દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ ગોંડલ જે પિત્રોડા સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પિત્રોડા રાજકોટના યોગેશભાઈ લુહાર વિગેરે જિલ્લાઓમાંથી પધારેલા જાતિના પ્રમુખોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને વિશ્વકર્મા મહા સભા ને વધુ મજબૂત બનાવવા બાબતે સંકલ્પ કર્યો હતો


કાર્યક્રમની શરૂઆતમાં છેલ્લા બે વર્ષની અંદર વિશ્વકર્મા સમાજના સંતો-મહંતો અને સમાજના અગ્રણીઓ ભાષાઓ કોરોના મહામારી ના કાળમાં અવસાન પામ્યા હતા તેવા નેતાઓને સાધુ સંતોને જેમાં શ્રી બ્રહ્મલીન 1008 મહામંડલેશ્વર ભારતીબાપુ જુનાગઢ સરખેજ તેમજ આંતરરાષ્ટ્રીય સંતની ખ્યાતિ પામનાર બ્રહ્મલીન અમરદાસ બાપુ વિરપુર તેમજ  અન્ય સંતો મહંતો અને સમાજના સેવાભાવી લોકો ના અવસાન થયા તેમના માનમાં તેમજ ભારતના લશ્કરી વડા સદગત શ્રી બિપિન રાવત સાથે ૧૩ દેશ ભક્તોનું પણ અવસાન થયું હતું તેમના માંનમાં શ્રદ્ધાંજલિ સાથે બે મિનિટ મૌન પાડી તમામ વિશ્વકર્મા સમાજના આગેવાનો ભાઈ-બહેનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

આ પ્રસંગે બકુલભાઈ પરમાર જામનગર કિશોરભાઈ મકવાણા ગાંધીધામ કચ્છ ભુજ બળવંતભાઈ દાવડા જામનગર મનહરલાલ પિત્રોડા ભુજ લીલાભાઈ મકવાણા જામનગર
કાંતિભાઈ પીઠવા અમદાવાદ અશ્વિનભાઈ ચૌહાણ અમદાવાદ પિયુષભાઈ લુહાર મહુવા
 નાથાભાઈ પિત્રોડા અમદાવાદ રાજુભાઈ સિધ્ધપુરા રાજકોટ વિનુભાઈ ડોડીયા ઢસા જયંતીભાઈ પરમાર ડોડીયાળા વાલાભરતભાઈ ચુડાસમા ભાવનગર આશિષભાઈ રાઠોડ ભાવનગર પ્રફુલભાઈ કારેલીયા ઉપલેટા જયંતીભાઈ ડોડીયા અમરેલી ચિરાગભાઈ પરમાર બગસરા યોગેશભાઈ પ્રમુખ રાજકોટ .પ્રવીણભાઈ કવૈયા રાજકોટ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજને માર્ગદર્શન આપ્યું હતું
આ પ્રસંગે સમગ્ર ગુજરાત ભરમાંથી વિશ્વકર્મા મહાસભાના હોદ્દેદારો તેમજ તમામ શહેર મહાનગર માંથી પધારેલા વિશ્વકર્મા સમાજના પ્રમુખ શ્રીઓ ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળાના પ્રમુખશ્રીઓ તેમજ વિવિધ જ્ઞાતિઓના પ્રમુખશ્રીઓ હોદ્દેદારો શિક્ષણવિદો ઉદ્યોગપતિઓ અને વિશ્વકર્મા સમાજના નાનામાં નાના કાર્યકર્તા બંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
વિશ્વકર્મા મહાસભા આ સમારોહમાં 700 જેટલા વિશ્વકર્મા સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતોઆ સાથે વિશ્વકર્મા સમાજ ની એકતા માટે વિવિધ ઠરાવો થયા હતા
સમારોહને સફળ બનાવવા માટે માં સતી લોયણ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ ટ્રસ્ટીઓ તેમજ જસદણ લુહાર સમાજ ના તમામ ટ્રસ્ટીઓ યુવાનો તેમજ આટકોટ અને જસદણ મહિલા મંડળ વિગેરેએ જહેમત ઉઠાવી હતી
વિશ્વકર્મા મહાસભા અને બેઠકને સફળ બનાવવા માટે લૉન મંદિર આટકોટ ટ્રસ્ટી મંડળ તેમજ જસદણ લુહાર સમાજ વિશ્વકર્મા સમાજનાં આગેવાનો જે.પી. રાઠોડ ચંદુભાઈ વાઘેલા રમેશભાઈ ડોડીયા વિનુભાઈ ડોડીયા રામજીભાઈ પરમાર ભરતભાઈ મકવાણા શાંતિભાઈ રાઠોડ દિનેશભાઈ રાઠોડ હરેશભાઈ દાવડા અશોક ભાઈ રાઠોડ હિરેન ભાઈ પરમાર દિનેશભાઈ પીઠવા મહેશભાઈ ડોડીયા મહેશભાઈ દાવડા વિજયભાઇ રાઠોડ સુજીતભાઈ રાઠોડ બકુલભાઈ પરમાર તેમજ આટકોટ જસદણ મહિલા મંડળ વિગેરે કાર્યક્રમને સફળતા માટે જહેમત ઉઠાવી હતી

(8:28 pm IST)