Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ધોરાજી તાલુકાનાં ૨૩ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત...

તમામ ૨૩ ઉમેદવારોની જીતને સમર્થકોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :- ધોરાજી તાલુકાનાં ૩૦ ગામો પૈકી ૨૮ ગામોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમા ૫ ગ્રામ પંચાયત સમરસ થતા ૨૩ ગામોમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.

આજ રોજ નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મત ગણતરી યોજાઈ હતી. જેમા સરપંચ પદે વિજેતા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
 (૧) મામદ સતાર સાયરા - ઉદકિયા
(૨) અશરફ અલીભાઈ શમા - નાગલ ખડા
(૩) રમેશભાઇ મંગાભાઈ ગોહેલ - વેગડી
(૪) જયાબેન રાજેશભાઈ પીઠિયા - નાની વાવડી
(૫) કમલાબેન વીનાયચંદ્ર બોરીચા - ભોળા
(૬) અસ્મિતાબેન અશ્વિનભાઈ શેર ઠિયા - કલાણાં
(૭) સોનલબેન ધર્મેન્દ્રભાઈ પાઘડાર - ભાદા જાળિયા
(૮) જ્યોત્સનાબેન જમનાદાસ રાંબડીયા - ભાડેર
(૯) જીજ્ઞાબેન પરેશભાઈ બેરા - ભુખી
(૧૦) રાજેશકુમાર ત્રિકમલાલ કોટડીયા - પીપળીયા
(૧૧) ભાવનાબેન ભુપતભાઈ દઢાનીયા - ભોલ ગામડા
(૧૨) સવજીભાઈ ભાણાભાઈ સરવૈયા - ઉમરકોટ
(૧૩) ગીતાબેન મયુરભાઈ શિંગાળા- ચિચોડ
(૧૪) અંકિતકુમાર ચુનીલાલ ટીલવા - તોરણીયા
(૧૫) રસિકભાઈ ઘનાભાઈ પરમાર - વાડોદર
(૧૬) ભાવનાબેન ભરતભાઇ બારૈયા - ભૂતવડ
(૧૭) મધુબેન રમેશભાઇ કાનગડ - છાડવાવદર
(૧૮) નાનજીભાઈ બચુભાઈ ગજેરા - નાની પરબડી
(૧૯) કિરણબેન પુનીતભાઈ બગડા - જાંજમેર
(૨૦) જતીન હરસુખભાઈ દલસાનિયા - સુપેડી
(૨૧) પ્રવિણભાઇ મુળજીભાઈ પેથાણી - પાટણવાવ
(૨૨) શર્મિલાબેન જમનભાઇ ચાવડા - મોટીમારડ
(૨૩) સુરેશભાઈ મેરાભાઈ સારીખડા - મોટી પરબડી
તમામ ૨૩ ઉમેદવારોની જીતને સમર્થકોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.

 
(8:11 pm IST)