Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

માળિયા ગ્રાહક સેવા ભંડારને કાયમી બંધ કરવા પુરવઠા અધિકારીને રીપોર્ટ કરાયો.

એક માસમાં બે વખત રેડ બાદ જીલ્લા અધિકારીને કરાયો રીપોર્ટ.

માળિયા તાલુકાના ગ્રાહક સેવા ભંડારમાં નવેમ્બર માસમાં પુરવઠા વિભાગના દરોડા બાદ પણ સંચાલક સુધર્યો ના હોય અને બાદમાં શનિવારે સાંજના સુમારે માળિયા પુરવઠા વિભાગ અને મામલતદાર ટીમે દરોડો કરીને જથ્થો સીઝ કર્યો હતો અને એક માસના ગાળામાં બે વખત ગેરરીતી ઝડપાઈ હોય જેથી જીલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કરીને ગ્રાહક સેવા ભંડાર કાયમી બંધ કરવા રીપોર્ટ કરાયો છે

માળિયાના ગ્રાહક સેવા ભંડારના સંચાલકની ગેરરીતિની ફરિયાદને પગલે પુરવઠા વિભાગ ટીમે ગત તા. ૨૨ નવેમ્બરના રોજ સરપ્રાઈઝ ચેકિંગ કરી ૨.૭૭ લાખનો જથ્થો સીઝ કર્યો હતો છતાં પણ  ગ્રાહક સેવા ભંડારનો સંચાલક હજુ ગેરરીતી કરતો હોવાની ફરિયાદો અને અનધીકૃત રીતે અનાજનો જથ્થો બાજુમાં આવેલ એક મકાનમાં રાખેલ હોવાની બાતમી મળતા શનિવારે માળિયા મામલતદાર ટીમે રેડ કરી હતી જેમાં હિસાબી સાહિત્યથી વધુ જથ્થો મળી આવતા પુરવઠા વિભાગ ટીમે અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો માળિયા મામલતદાર ટીમે ૪૫૫ કિલો ઘઉં, ૨૦૨૮ કિલો ચોખા, ૧૩૮ લીટર તેલ, ૮૭૭ કિલો તુવેરદાળ અને ૨૨૮ લીટર કેરોસીનનો જથ્થો સીઝ કરાયો હતો
અને ગત ૨૨ નવેમ્બર તેમજ તાજેતરમાં રેડ કરી એક માસના સમયમાં બે રેડ કરવામાં આવી હોય અને ગ્રાહક સેવા ભંડારનો સંચાલક સુધારવાનું નામ ના લેતો હોય જેથી સંચાલક કપૂર સામે આકરી કાર્યવાહી કરવા અને ગ્રાહક સેવા ભંડાર કાયમી બંધ કરી દેવા જીલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કરવામાં આવ્યો છે હવે જીલ્લા પુરવઠા અધિકારી કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું.

(6:56 pm IST)