Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોરબીના છેવાડાના વિસ્તારમાં ગાર્બેજ કલેક્શનના વાહનો ન આવતા હોવાની રાવ. :સામાજિક કાર્યકરે પાલિકા તંત્રને રજૂઆત કરી.

મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં વોર્ડ નં ૧૧ માં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન માટેના પાલિકાના વાહનો આવતા ના હોય જેથી સ્થાનિકો પરેશાન છે જે મામલે સામાજિક કાર્યકર દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ ૧૧ માં કચરા લેવા માટે ગાડી નથી આવતા અને ગાર્બેજ કલેક્શન કરનાર ગાડીના ડ્રાઈવર સાથે વાતચીત કરતા વેરા ભરે તે એરિયામાં જવાનું હોય છે તેવો જવાબ મળ્યો હતો તો લાયન્સનગર વાળા વેરો ભરવા તૈયાર છે અને ભરે છે તો ક્યાં કારણોસર ગાડી નથી આવતી હવે વિસ્તારમાં રોડ પણ સારા છે ફક્ત લાયન્સનગરને કેમ બાકી રાખવામાં આવે છે આનંદનગર, ગોકુલનગર, ફિદાઈ પાર્ક અને લાયન્સનગર પ્રાથમિક શાળા પાછળના ભાગે આવે છે તો લાયન્સનગરમાં શા માટે નહિ અહીની પ્રજા વેરો ભરે છે અને ભરવા પણ તૈયાર છે જેથી વિસ્તારને થતા અન્યાય મામલે યોગ્ય કરવા માંગ કરી છે

(6:55 pm IST)