Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે દ્વારા જામનગર અને જોડિયા તાલુકાના માછીમારોના પ્રશ્નોના વહેલી તકે ઉકેલ માટે બેઠક યોજી

રાજયના મત્સ્યોદ્યોગ કમિશ્નર અને માછીમારો સાથે બેઠક યોજી જામનગર અને જોડિયા તાલુકાના માછીમારોના પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનો

જામનગર તા. ૨૨ : કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લાના જામનગર અને જોડિયા તાલુકાના સચાણા, સિક્કા, બેડી, રસુલનગર, જોડિયાના માછીમાર ભાઈઓ દ્વારા અનેકવિધ પ્રશ્નો રજૂઆત કરવામાં આવેલ હતી. જે બાબતે મત્સ્યોદ્યોગ કમિશ્નરશ્રી સતીષ પટેલ, નાયબ મત્સ્યોદ્યોગ નિયામક કિરીટ પટણી સહિતના વિભાગના અધિકારીશ્રીઓ સાથે આજરોજ બેઠક યોજેલ હતી. માછીમારી કરતા ભાઈઓના વિવિધ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરવા સૂચન કરેલ હતું. જેમાં વર્ષ ૨૦૧૭ પહેલા જે જૂની બોટોનું રજીસ્ટ્રેશન એક યાતો બીજા કારણોસર બાકી રહી ગયેલ હોઈ તેઓને વહેલી તકે રજીસ્ટ્રેશન કરી આપવા , સચાણા ગામે આવેલ જેટીમાં વધારાની નવી ૩૦૦ મીટર લંબાઈ વધારવી , સચાણા ગામે આવેલ જેટીમાં અલગથી આશરે ચાર કિલોમીટર પાણીની પાઈપ લાઈન બોટો માટે નાખવી , સચાણા ગામે આવેલ જેટીના રોડની બંને સાઈડોમાં આર.સી.સી. કરવાનું કામ, સચાણા ગામે આવેલ નવી મચ્છી માર્કેટ બનાવવી, જોડિયા બંદર ઉપર આવેલ જેટીમાં લાઈટ, પાણીની વ્યવસ્થા કરવી, જોડિયા બંદર ઉપર બોટ લંગારી શકાય તે માટે ડ્રેજીંગ કરવું, જોડિયા બંદરની જેટીનું રીપેરીંગ કરવું , રાજાશાહી વખતની મેરીટાઈમ બોર્ડ હસ્તકની બેડી બંદર ખાતે આવેલ જેટી માછીમારો માટે અનામત રાખવી,બેડી ખાતે નવી મચ્છી માર્કેટ બનાવવી.

માછીમાર ભાઈઓને મત્સ્યોદ્યોગ વિભાગની યોજનાઓની પુરતી જાણકારી મળે તે માટે સચાણા, બેડી, સિક્કા, જોડિયા, રસુલનગર ગામે કેમ્પના આયોજન કરવા.

આ બેઠકમાં જામનગર-સચાણા બોટ એસોસીએશનના પ્રમુખ મહમદ સીદીક હાજી ગંઢાર સહિત અન્ય માછીમારભાઈઓ હાજર રહેલ અને રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ લાવવા મંત્રીશ્રીએ જરૂરી સૂચન કરેલ હતું. જેમાં અધિકારીશ્રીઓએ સત્વરે નિકાલ કરવાની ખાતરી આપી હતી.

(10:34 am IST)