Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જમીનની તંદુરસ્તી વધારવા મુન્દ્રામાં 'વર્લ્ડ સોઇલ ડે'ની ઉજવણી

ખેડૂતો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં જનજાગૃતિ અંગે સંવાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૨: કચ્છના મુન્દ્રા ખાતે વિશ્વ મૃદા દિવસ (વર્લ્ડ સોઈલ ૩) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જમીનની ફળદ્રુપતા વધારવા અંગે જનજાગૃતિ ફેલાય તે હેતુથી આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓથી લઈને કંપનીના કર્મચારીઓ અને ખેડૂતોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં લોકોને જમીનની તંદુરસ્તીનું મહત્વ, ખારી જમીન સુધારણા, ભૂમિની ફળદ્રુપતા વધારવા તેમજ ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત કરતા વિવિધ પ્રયોગોનું નિરૂપણ કરવામાં આવ્યું

વર્લ્ડ સોઈલ ડેની ઉજવણી નિમિત્ત્।ે આયોજીત અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા સંસ્થાના તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓએ સક્રિયપણે ભાગ લઈ જમીન અને પર્યાવરણની તંદુરસ્તી વધારવા અંગે તાલીમ લીધી. તો વિદ્યાર્થીઓ જમીનની તંદુરસ્તી વિશે જાગૃત બને તે માટે ઝરપરા ગામની સરકારી હાઈસ્કૂલમાં જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને માટીની ફળદ્રુપતાને અસર કરતાં પરિબળો વિશે માહિતગાર કરવામાં આવ્યા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી ખેડૂતી માટે શ્રેષ્ઠત્ત્।મ કૃષિ પદ્ઘતિઓ અને વૈજ્ઞાનિક અભિગમો અંગે સંવાદ કરવામાં આવ્યો, જેમાં બહોળી સંખ્યામાં ભૂમિપુત્રોએ ભાગ લીધો. લોકોમાં જમીન (મૃદા) અંગે જાગૃતિ આવે તો તેઓ ખારા પાણી રસાયણોનો ઉપયોગ ટાળે, જૈવિક ખેતી અંગે સક્રિય બને, ભૂગર્ભ જળનો સંગ્રહ કરતા થાય તેમજ જીનનો બગાડ અટકાવવા પ્રયાસરત બને તેવી સમજણ વિકસાવવાની આ નવતર પ્રયોગ હતો. આયોજીત કાર્યક્રમોમાં સહભાગીઓને જમીન ક્ષારણ, ક્ષારના સ્ત્રોતો, ખારી જમીનની સુધારણા, અજવિક, જૈવિક, સૂક્ષ્મ જીવો, ક્ષારના સ્ત્રોત, ખારી માટીમાં ઉગતી વનસ્પતિનું વાવેતર અને તેના વ્યવસ્થાપન સહિત અનેક વિષયો સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ બાદ તમામ સહભાગીઓને મુન્દ્રા સેઝની ટીમ તરફથી ભેટના ટોકનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અદાણી સેઝ એન્વાયરમેન્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગના સિનીયર મેનેજર ભાગવત સ્વરૂપ શર્માએ જણાવ્યું હતું કે 'માટી એ પૃથ્વી પરના તમામ સજીવો માટે બહુમૂલ્ય છે. સૌને પોષણ અને રક્ષણ આપતી . ભૂમિ પર પ્રદૂષણ અટકાવવુ એ પર્યાવરણની શ્રેષ્ઠત્ત્।મ સેવા છે.

કાર્યક્રમમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તેમજ ગુજરાત ઇકોલોજી સોસાયટી ના સહિયારા પ્રયાસોથી ચાલતા પ્રોજેકટ પણ વિશ્વ મૃદા દિવસ ૨૦૨૧ ના થીમને બરાબર અનુરૂપ છે. ગુનેરી ગામમાં શરૂ કરાયેલા ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન પ્રોજેકટનો ઉદ્દેશ જમીનમાં રહેલી ખારાશ દૂર કરી તેની ફળદ્રુપતા વધારવાનો છે. જમીનના મહત્વ અંગે જનજાગૃતિ કેળવવા અને જળવાયુ પરિવર્તનમાં ઘટાડો લાવવા વિશ્વભરમાં દર વર્ષે ૫મી ડિસેમ્બરે વર્લ્ડ સોઈલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

(10:35 am IST)