Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

કચ્છમાં ચૂંટણી પરિણામોની ઉતેજના વચ્ચે સત્તાપરમાં મારામારીમાં ૯ને ઇજા -આમરવાંઢમાં ૨ને ઇજા

૩૬૧ ગામોમાં પરિણામો બાદ ઉજવણી વચ્ચે કયાંક કયાંક ઘર્ષણને કારણે માહોલ તંગ, ભૂલના કારણે અંજાર મામલતદારે માફી માંગી, એક વોર્ડ માટે ચૂંટણી થઇ પણ પરિણામ ટાઇ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૨:  કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો બાદ અનેક જગ્યાએ ઉજવણીના માહોલ વચ્ચે કયાંક કયાંક ખટાશને કારણે કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ૪૭૮ પૈકી ૧૧૭ ગ્રામ પંચાયતો સમરસ થયા બાદ ૩૬૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીને પગલે ગરમ બનેલો રાજકીય માહોલ પરિણામો સમયે વધુ ગરમાટા વાળો બન્યો હતો.

કચ્છમાં ૧૦ તાલુકા મથકોએ હાથ ધરાયેલી મત ગણતરી સમયે કડકડતી ઠંડી અને કોરોનાના ડરની પરવા કર્યા વગર ઉમેદવારોના સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મધરાત સુધી મત ગણતરી ચાલતી રહી હતી. જાહેર થયેલા ચુંટણી પરિણામ બાદ અંજાર ના સત્ત્।ાપર ગામે સરપંચ પદના વિજેતા ઉમેદવાર વિજય સરદ્યસ સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાં સામા પક્ષના ઉમેદવાર તેમ જ તેમના ટેકેદારો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ૯ જણાને ઈજા પહોંચી હતી. સત્ત્।ાપર ગામે ચુંટણી પ્રચાર દરમ્યાન જ સોશ્યલ મીડિયા ઉપર વહેતી થયેલી ઓડિયો કલીપને કારણે માહોલ તંગ હતો. મત ગણતરી સમયે પણ પોલીસ બંદોબસ્ત હતો. જોકે, ગામમાં વિજય સરદ્યસ બાદ દ્યર્ષણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો.

ઈજાગ્રસ્તોની તબિયત સુધારા પર છે. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. જયારે અબડાસા તાલુકાના આમરવાંઢ ગામે હારેલા ઉમેદવાર ના દ્યર પાસે ફટાકડા ફોડતા વિજયી ઉમેદવાર અને તેમના ટેકેદારોને અટકાવતાં મારામારી કરાઈ હતી. જેમાં પરાજિત ઉમેદવાર અને ફરિયાદી આમદ હસન મંધરા અને હસન જાફર માંધરા ઇજાગ્રસ્ત થતાં નલિયા મધ્યે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે, પોલીસે બનાવને સમર્થન આપી હજી ફરિયાદ દાખલ થઈ ન હોવાનું જણાવ્યું હતું. અંજારના વરસામેડી ગામે જીતેલા ઉમેદવારને નાયબ મામલતદારે હારેલા દ્યોષિત કર્યા હતા. જોકે, ઉતાવળને કારણે ભૂલ થઈ હોવાનું ધ્યાને આવ્યા બાદ ખુદ મામલતદારે માફી માંગી હતી.

અબડાસા તા.ના છછી ગામે સરપંચ અને અન્ય વોર્ડ સમરસ થયા હતા. માત્ર એક જ ૭ માં વોર્ડની ચુંટણી યોજાઈ હતી. જેનું પરિણામ પણ ટાઇ આવ્યું હતું. ભુજના કુકમા ગામે લાંચ કેસમાં પકડાયેલા મહિલા સરપંચ કંકુબેન વણકર આ વખતે વોર્ડની ચુંટણીમાં ઊભા રહ્યા હતા અને વિજેતા બન્યા હતા. ગાંધીધામ માં મતગણતરી ભારે ધીમી રહી હતી. ૬ પંચાયત ના પરિણામ જાહેર કરવામાં ૯ કલાક લાગ્યા હતા.

(10:35 am IST)