Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઔદ્યોગિક હબ મોરબીને વિમાની સેવા સાથે જોડો : સાંસદ વિનોદ ચાવડાની કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સિંધિયા સમક્ષ રજૂઆત

મોરબીમાં એરપોર્ટ બનાવવા, કચ્છના કંડલા - ભુજને અન્ય શહેરો સાથે વિમાની સેવા દ્વારા જોડવા માંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : લોકસભા શિયાળુ સત્ર દરમ્યાન કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડા એ ભારત સરકારનાં ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાજીની મુલાકાત લઈ પોતાનાં સંસદીય મતક્ષેત્ર કચ્છ - મોરબીનાં ભુજ - કંડલા વિમાની સેવા વિસ્તરણ - યાંત્રિક સુવિધાઓ વધારવા અને મોરબી જિલ્લામાં વિમાની સેવા શરૂ કરવા એરપોર્ટ બાનવવા માટેની રજૂઆત કરી હતી.

સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું કે ભુજ અને કંડલા એરપોર્ટ સુવિધાઓ છે. પરંતુ જરૂરિયાત મુજબની વિમાની સેવા ઉપલબ્ધ નથી માટે અમદાવાદ - મુંબઈ અને દિલ્હી દેશના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવા વધારવા - નવી શરૂ કરવા તથા ઔદ્યોગીક હબ મોરબી કે જયાં સિરામિક સેનિટેશન, ઘડિયાળ, હીરા તથા નલિયા ઉદ્યોગો ધમધમે છે ત્યાં એરપોર્ટ સુવિધાજ નથી માટે અધતન એરપોર્ટ બનાવવા તથા કચ્છ અને મોરબી જીલ્લા ટુરિઝમ તથા ઔદ્યોગીક ઢબના વિકાસ માટે વિમાની સેવા વિસ્તરે તેવી રજૂઆત ઉડ્ડયન મંત્રીશ્રી સિંધીયાને મળી કરી છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી  સિંધિયાએ સકારાત્મક પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, સાંસદશ્રી ચાવડાએ કરેલ રજુઆતને લક્ષમાં લઈ આ દિશામાં કાર્યવાહી કરાશે.

(10:35 am IST)