Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

સરધારમાં સરપંચની ચૂંટણીમાં વિજેતા પક્ષને મોડી રાતે ફટાકડા ફોડવાની ના પાડતાં હુમલો

રાજેશભાઇ પટેલ પર મનસુખ પટેલ સહિતનો હુમલોઃ સારવારમાં

રાજકોટ તા. ૨૨: સરધારમાં ગઇકાલે સરપંચ પદના વિજેતા ઉંમેદવારના ટેકેદારો મોડી રાતે ફટાકડા ફોડતાં હોઇ તેને ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતાં રાજેશભાઇ મુળજીભાઇ ભાડુકીયા (પટેલ) (ઉં.વ.૪૯) પર મનસુખભાઇ પટેલ સહિતના પાંચ સાત જણાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.
રાજેશભાઇ પડવલા ગામે કારખાનુ ધરાવે છે. તેણે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે સરપંચની ચૂંટણીમાં પિન્ટુભાઇ વિજેતા થયા હોઇ તેના ટેકેદાર મનસુખભાઇ ઢાકેચા સહિતના મોડી રાતે અમારા ઘર પાસે ફટાકડા ફોડતાં હોઇ તેને દૂર જઇને ફોડવાનું કહેતાં ઉંશ્કેરાઇ ગયા હતાં અને હુમલો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આજીડેમ પોલીસે એનસી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

 

(10:38 am IST)