Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોટી કુકાવાવના સરપંચ તરીકે નિવૃત સૈનિક ચૂંટાયા

કુકાવાવ, તા.૨૨: મોટી કુકાવાવ ગ્રામ પંચાયતમાં આઝાદીના ૭૪ વર્ષ પછી obcની સીટ આવતા obcનાં ઉમેદવાર નિવૃત્ત્। આર્મી મેન સંજયભાઈ વીરજીભાઈ લાખાણી (ફૌજી) ૪૦ વર્ષનાં યુવાન સરપંચ પદે ચૂંટાઈ આવેલ છે ફોજીના હુલામણા નામે જાણીતા સંજયભાઈ લાખાણી ચૂંટાય આવતા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવેલ. ફોજી ૧૦૭૧ મત જેવી લીડથી ચૂંટાય આવ્યા છે તેમની સાથે તેમની પેનલના ૧૪માંથી ૧૧ ઉમેદવારો ચૂંટાય આવ્યાં છે સરપંચ પદના ૬ ઉમેદવારો હતા જેમાંથી ફોજી ચૂંટાય આવેલ છે આ ચૂંટણીમાં ઘણા મોટા અપસેટ સર્જાયા છે જેમાં અપસેટ નંબર ૧ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સદસ્ય અપસેટ ૨ જિલ્લા પંચાયત ના ચાલું આદી જાતિનાં સભ્ય તેમજ અપસેટ ૩ કુંકાવાવ તાલુકા પંચાયના મહિલા પ્રમુખના પતિ તેમજ અપસેટ ૪ કુકાવાવના પત્રકાર તમામ ગ્રામ પંચાયતની સભ્યના પરાજય મળેલ છે કુકાવાવની જનતાએ જાતિવાદને જાકારો આપી એક સગર જ્ઞાતિ ના દીકરા અને માજી સૈનિક સંજયભાઈ લાખાણીને મત આપી કુંકાવાવ જેવી મોટી ગ્રામ પંચાયતનાં સરપંચ નો તાજ પહેરાવયો છે નવા ચૂંટાયેલા સરપંચ પાસે કુકાવાવની જનતા અનેક વિકાસની અપેક્ષા રાખી રહી છે.

(11:05 am IST)