Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોટી પાનેલીમાં એસસી સીટ ઉપર શારદાબેન વિજયી

 મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના તેર હજારની વસ્તી ધરાવતા મોટી પાનેલીમાં સૌ પ્રથમ એસ સી સીટ ઉપર ત્રિપાંખિયો જંગ લડાયો હતો, જેમાં માચીસના નિશાન ઉપર ચૂંટણી લડતા પાટીદાર આગેવાન જતીનભાઈ ભાલોડીયાની પેનલના સરપંચના ઉમેદવાર શ્રીમતિ શારદાબેન ચંદુભાઈ જાદવ ૩૨૬ જેટલાં મતની લિડ થી વિજેતા બનેલ તેમજ સાથેજ તેમની પેનલના ૧૪માંથી ૧૦ સભ્યો ચૂંટાઈ આવતા પેનલને સંપૂર્ણ બહુમતી મળી હતી જેને લઈને ગામ આગેવાનો સાથે રાજેશભાઈ ભાલોડીયા એ તમામ પક્ષના ઉમેદવારો કાર્યકર્તાઓને પટેલ સમાજ ખાતે આમત્રિંત કરી તમામને શાંતિ અને ભાઈચારા સાથે ચૂંટણી લડવા બદલ અભિનંદન પાઠવી વિજયી ઉમેદવારોને શુભકામના પાઠવી ગામના વિકાસમાં ફાળો આપવા જણાવેલ સાથેજ ત્રણ પાર્ટીના ઉમેદવારો સાથે મળી વતન પ્રત્યે સદૈવ ચિંતિત એવા રાજકોટ ગેલેક્ષી ગ્રુપના રાજેશભાઈ ભાલોડીયાનું હારતોરાથી સન્માન કરી ગામ પ્રત્યે લાગણી જતાવવા બદલ આભાર વ્યકત કરેલ સાથેજ નજીવી માર્જિન થી હારેલા ઉમેદવારો એ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવી ગામના વિકાસમાં સંપૂર્ણ સહકાર આપવા સહમતી દર્શાવી હતી. તમામ હારજીત ના ઉમેદવારો સાથે મળી હસતા હસતા ચૂંટણી લડી એક ભાઇચારાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ અતુલ ચગ)

(11:06 am IST)