Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મુળીના દૂધઇ ગામે ભાજપ સામે ખેડૂત પેનલ વિજયી

વઢવાણ,તા. ૨૨: મુળી તાલુકાનાં દુધઈ ગામે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં છેલ્લા દશ વર્ષથી સતા માં રહેલી ભાજપ પ્રેરિત પેનલ સામે ખેડૂત પેનલ મેદાનમાં આવતાં ભવ્ય વિજય થયો હતો મુળીનાં દુધઈ ગ્રામ પંચાયત સરપંચની ચુંટણી માં ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડાની પેનલ વિજયી બની છે આ તકે તેઓએ જણાવ્યું હતું કે સરપંચ તરીકે ડાહીબેન વિરાભાઈ ઝાલા ૧૩૩ મત ની લીડથી વિજયી બન્યા છે અને સભ્યો માં ૬ સભ્યો વિજય મેળવ્યો હતો બહુમતીથી ગ્રામ પંચાયત માં ખેડૂત પેનલ આવી છે જેમાં સભ્યો તરીકે વોર્ડ નં ૧માં મધુબેન અંબારામભાઈ કણઝરીયાનો ૮૪ મતે વિજય થયો હતો વોર્ડ નં-૨ સોનાબેન રબારી બિનહરીફ વોર્ડ નં-૫ પ્રકાશબેન રામકુભાઈ કરપડા બિનહરીફ અને વોર્ડ નં-૬ જગદીશભાઈ ઝાલા બિનહરીફ અને વોર્ડ નં-૭ માં બેનુબાબેન જોરૂભાઈ કરપડાનો ૭૪ મતે વિજય થયો હતો.

વોર્ડ નં-૮ માં ધર્મેન્દ્રસિંહ જાદવ બિનહરીફ ચૂંટાયા હતા આમ ૬ સભ્યો સહિત સરપંચ નો ભવ્ય વિજય થતાં ખેડૂતો અને આગેવાનો એ અભિનંદન પાઠવ્યા હતાં આવતાં સમય માં ખેડૂતોનાં પ્રશ્નો હલ થાય અને દુધઈ ગામના વિકાસ માટેની મહેનત અને સંગઠન થકી આગળ વધશે આ તકે તમામ સભ્યો અને સરપંચ વડવાળા દેવ મંદિરનાં મહંત રામબાલકદાસજી બાપુનાં આશિર્વાદ લીધા હતા અને મંદિર તરફથી તમામ નું છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

(1:32 pm IST)