Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મહામંત્ર પ્રભાવક

પૂ. જગદીશમનિ મ.સા.ની પાંચમી પુણ્યતિથિ તપ-ત્યાગથી ઉજવાઇ : સદ્ગુરૂ દેવ પૂ. પારસમુનિ મ.સા.ની નિશ્રા

જેતપુર શ્રીસંઘમાં ઐતિહાસિક આઠ-આઠ દિવજસ નવકારશીનું આયોજન

રાજકોટ,તા. ૨૨ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.ની નિશ્રામાં તા. ૨૨ના મહામંત્રી પ્રભાવક પૂ.ગુરૂદેવશ્રી જગદીશમુનિ મ.સા.ની પાંચમી વાર્ષિક પુણ્યતિથિશ્રી બોઘાભાઇ સ્થા. જૈન સંઘ જેતપુર મધ્ય તપ-ત્યાગથી ઉજવવામાં આવી.

જેતપુરશ્રી સંઘમાં સદગુરૂદેવની પધરામણી થતાં જ જેતપુર શ્રીસંઘે સ્વાગતયાત્રાનું આયોજન કર્યું. અને જેતપુર શ્રીસંઘના ઇતિહાસમાં આજ પર્યત સતત આઠ દિવસ પૂ. સદગુરૂદેવની સ્થિરતા રહી તે આઠે આઠ દિવસ સવારે શ્રીસંઘે દાતાઓના સહયોગથી નવકારશીનું આયોજન કરેલ. જે જેતપુરમાં રેકોર્ડબ્રેક છે.

સદગુરૂદેવે તેમના અનંત ઉપકારી ગુરૂદેવના જીવનનો વૃતાંત અને જીવનમાં કરેલા મહાન કાર્યો આજે પણ સમગ્ર રાષ્ટ્ર અને સમાજને માટે પ્રેરણાદાયી છે. તેમ જણાવેલ.

પૂ.જગદીશમુનિ. મ.સાનું સંસારી નામ જયસુખભાઇ, જન્મભૂમિ ઇથોપિયા (નોર્થ આફ્રિકા), મૂળ વતન જામખંભાળિયા (જામનગર પાસે), માતા નવલબેન,પિતા ગોરધનભાઇ જન્મ-૨૮/૪/૨૭ ચૈત્ર વદ બારસ, વૈરાગ્ય સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણલાલજી મ.સા.ની પ્રેરકવાણીથી, દીક્ષાગુરુ-ગાદીપતિ પૂ. ગિરિશચંદ્રજી સ્વામી, દીક્ષાભૂમિ-આકોલા, દીક્ષાદાતા તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા., પ્રથમ ચાતુર્માસ અમરાવતી, અંતિમ ચાતુર્માસ મીરારોડ (મુંબઇ) દીક્ષા તા. ૪/૫/૧૯૬૦ વૈશાખ સુદ આઠમના થયેલ. કાળધર્મ ૨૨/૧૨/૨૦૧૬  માગસર વદ નોમના થયેલ. આજીવન ચા,દૂધ,કોફી, કેરી, ભાત, મિષ્ટાનનો ત્યાગ કરેલ.

અંતેવાસી સુશિષ્ય સદગુરુદેવ પૂ.પારસમુનિ મ.સા. સમગ્ર ભારતમાં ૬૮ ધર્મસ્થાનકોના પ્રેરણાદાતા બન્યા. આગામી ચૈત્ર માસની આયંબિલ ઓળી તેમજ ચાતુર્માસ આપવા જેતપુર શ્રી સંઘની જોરદાર માંગણી.

(11:08 am IST)