Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

નલીયા કરતા અમરેલી - જામનગર - પોરબંદરમાં ઠંડી વધુ

જુનાગઢ ૯.૬, નલીયા ૧૨.૨, જામનગર - પોરબંદર ૧૧, અમરેલી ૧૧.૮, રાજકોટમાં ૧૨.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૨૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. કચ્છના નલીયા કરતા અમરેલી, જામનગર, પોરબંદરમાં ઠંડી વધી છે.

કચ્છના નલીયામાં લઘુત્તમ તાપમાન ૧૨.૨, જામનગર - પોરબંદર ૧૧, અમરેલી-૧૧.૮, રાજકોટમાં ૧૨.૩, ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જુનાગઢમાં ૯.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૨૭ મહત્તમ, ૧૧ લઘુત્તમ, ૯૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૨.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : છેલ્લા બે દિવસથી બોકાસો બોલાવી રહેલ કાતિલ ઠંડીનું મોજુ આજે પણ જૂનાગઢ સહિત સોરઠમાં યથાવત રહ્યું હતું.

ગઇકાલની માફક આજે પણ જૂનાગઢમાં ૯.૬ ડિગ્રી તાપમાન રહેતા સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાઇ હતી. જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે આજે સતત બીજા દિવસે ૪.૬ ડિગ્રી ઠંડી રહેતા ગિરનાર પર્વત અને જંગલ વિસ્તાર ટાઢોબોળ થઇ ગયો હતો.

આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૦ ટકા રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિમીની રહી હતી.(૨૧.૧૦)

કયાં કેટલી ઠંડી

શહેર       લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત     ૪.૬        ડિગ્રી

અમદાવાદ   ૯.૨    ,,

જૂનાગઢ      ૯.૬    ,,

અમરેલી      ૧૧.૮  ,,

વડોદરા      ૧૦.૪  ,,

ભાવનગર    ૧૩.૫  ,,

ભુજ          ૧૫.૦  ,,

દાદરાનગર હ.     ૧૪.૦       ,,

દમણ         ૧૬.૮  ,,

ડીસા         ૧૦.૦  ,,

દીવ          ૧૦.૮  ,,

દ્વારકા         ૧૮.૧  ,,

કંડલા         ૧૨.૮  ,,

નલીયા       ૧૨.૨  ,,

ઓખા         ૨૦.૦  ,,

જામનગર    ૧૧.૦  ,,

પાટણ        ૧૦.૦  ,,

પોરબંદર     ૧૧.૦  ,,

રાજકોટ       ૧૨.૩  ,,

સુરત         ૧૪.૦  ,,

વેરાવળ      ૧૫.૮  ,,

(11:08 am IST)