Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઉનાના દેલવાડાના સરપંચની ચૂંટણીમાં સાસુ - વહુ વચ્ચે રસાકસી બાદ વહુ પુજાબેનનો વિજય

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૨૨ : દેલવાડાના મહિલા સરપંચની ચૂંટણીમાં સાસુ જીવીબેન અને તેના દીકરાની વહુ પુત્રવધૂ પુજાબેન વિજયભાઇ બાંભણિયા વચ્ચે રસાકસી જામી હતી અને મતગણતરી બાદ દેલવાડાના સરપંચ પદે પુજાબેન વિજયભાઇ બાંભણિયાનો વિજય થયો હતો.

દેલવાડા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ પદની ચુંટણીમાં સાસુ અને સામે તેના વહુએ ઉમેદવારી ફોર્મ ભરતા ગ્રામ્યજનોને સાસુ - વહુમાંથી કોણ જીતશે? તે ઉત્કંઠા રહી હતી અને દેલવાડાના સરપંચ પદની ચૂંટણી વહુ પુજાબેન જીતી ગયા હતા.

(11:09 am IST)