Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ભાવનગરમાં ભાજપની મહિલા નગરસેવિકાને ભાજપના નગરસેવકે આપી ધમકી

ભાવનગર તા.૨૨ : શહેરમાં ભાજપની મહિલા નગરસેવિકાને ભાજપના જ કોર્પોરેટરે ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.

વડવા બ વોર્ડના ભાજપના નગરસેવિકા ઉષાબેન કિશોરભાઇ ગોહેલ (રે . જુની વિઠ્ઠલવાડી, સીંગલીયા બ્લોક નંબર ૬૨૩) એ તેના જ વોર્ડના નગરસેવક લક્ષ્મણ રાઠોડ અને તેનો પુત્ર કરણ તેમજ દાનાભાઇ સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વિઠ્ઠલવાડી ૩ માળીયા નજીક જાહેર જગ્યા પર બ્લોક નાખવાની કામગીરી શરૂ હતી ત્યારે નગરસેવક ઉપેન્દ્રસિંહ ગોહિલે પોતાને ફોન કરી જાણ કરી હતી કે લક્ષ્મણભાઇ રાઠોડે બ્લોક કઢાવી નાખતા સ્થાનિક લોકો સ્થળ પર એકઠા થયા છે.

ઉપેન્દ્રસિંહએ કરેલા ફોન બાદ પોતે સ્થળ પર જતા ઉપરોકત તમામે પોતાને ગાળો આપતા ગાળો નહિ બોલવાનું જણાવતા તમામે ઉશ્કેરાઇ જઇ અપમાનિત કરી બ્લોક હાથમાં લઇ મારવા દોડી તું અહીંથી જતી રહે નહિતર જાનથી મારી નાખીશની ધમકી આપી પોતાના પતિ કિશોરભાઇ બોલવા ગાળાગાળી કરી હતી. આ અંગે એ.ડીવીઝન પોલીસે ઉષાબેનની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી . ઘટનાના પગલે શહેર ભાજપમાં ભારે ચકચાર મચી હતી.

(11:09 am IST)