Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

બે વર્ષ પછી માર્ચ મહિનામાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને કચ્છમાં શ્રીરામ કથા યોજાશે

રાજકોટ તા. ૨૨: બે વર્ષ પછી પૂ. મોરારીબાપુના વ્યાસાસને આગામી માર્ચ મહિનામાં કચ્છના ધોળાવીર ખાતે શ્રીરામ કથાનું આયોજન કરાયું છે.
પૂ. મોરારીબાપુ મુંબઇ ખાતેની રામકથા દરમિયાન ગઇકાલે પણ તેનો ઉંલ્લેખ કરેલો એ નિમિત માત્ર યજમાન પ્રવીણભાઇ તન્ના અને પરિવારને એક કથા કચ્છનાં ધોળાવીરા ખાતે આપી. બાપુએ કથા પ્રવાહમાં સંકેત કરતા જણાવ્યું કે, ધોળાવીરા ખાતેની કથામાં કયા કયા પ્રકારના રામચરિત માનસમાના પ્રસંગો લેવાશે. બે વર્ષ પછી ફરીથી કચ્છને કથા મળી રહી છે.
કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન થશે. માર્ચ માસમાં હોળી બાદ આ કથા યોજાશે. માનસ રુદ્રાષ્ટક તેમજ માનસ નવદુર્ગાની ચોપાઇનો ઉંલ્લેખ કરી સંકેત આપતા બાપુએ પોતાનો મનોરથ વ્યકત કર્યો હતો.
બાપુના આ સંકેતને બહોળો પ્રતિસાદ મળ્યો. આગામી દિવસોમાં કથાની તારીખ અને નિયમોની જાહેરાત પણ કરવામાં આવશે. કચ્છને કથા મળી રહે છે જેનો આનંદ સ્વયં બાપુ પણ વ્યકત કરી રહ્યા છે.




 

(11:12 am IST)