Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ટીકર (પરમાર) ગ્રા.પં.ના વિકાસ પેનલના શિતલબા દેવેન્દ્રસિંહ પરમારનો વિજય

૪૦૫ મતથી વિજેતાઃ પેનલના બીજા ઉમેદવાર પણ વિજયી

મુળીઃ ટીકર (પરમાર) ગ્રામ પંચાયતના વિકાસ પેનલના સરપંચ પદના ઉમેદવાર શિતલબા દેવેન્દ્રસિંહ પરમારનો ૪૦૫ મતથી જ્વલંત વિજય થતાં ગ્રામજનો આગેવાનો, મુળી તાલુકા પંચાયતના સભ્ય નંદલાલ દલાભાઇ મકવાણા, કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા સહિતે તેમને અભિનંદન આપ્યા હતાં. શિતલબા પરમારની પેનલના અન્ય છ ઉમેદવારો મોહનભાઇ સોલંકી, સજનુબેન રાણાભાઇ આલ, જગદીશભાઇ ચોૈહાણ, જનકબેન પરમાર, વિરેન્દ્રસિંહ વાઘેલા, હંસાબેન કનાભાઇ પણ જીત્યા હતાં. અન્ય પેનલના મનહરબેન કાસેલા, ઘનશ્યામભાઇ ગાળીયા અને ઇલાબેન જેરામદાસ વિજેતા થયા હતાં. વિજેતાઓએ ગામના વિકાસ સહિતના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાનો કોલ આપ્યો હતો.

(11:47 am IST)