Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ગોંડલના મોવિયામાં પૂર્વ સરપંચની હાર : તાલુકામાં ભગવો લહેરાયો

દેવચડીયા સહકારી અગ્રણીની પેનલનો સફાયો : વોરા કોટડામાં કોંગ્રેસ પ્રવકતાનો પરાજય

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.રર :  ગ્રામ પંચાયતો ની ચુંટણીઓની મતગણતરી હાઇવે ગુરુકુલ ખાતે શરુ થતા સવાર થીજ ગામડું ઉમટી પડ્યુ હતુ. 

૫૮ ગ્રામ પંચાયત ના જાહેર થયેલા પરિણામો મા ભાજપ ના સમથઁક ઉમેદવારો વિજેતા બન્યા છે.વિજેતા બનેલા સરપંચો અને સદસ્યો તથા સમથઁકો નવા યાર્ડ ખાતે પંહોચતા ભાજપ મોવડી પુવઁ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,પ્રફુલભાઈ ટોળીયા,અશોકભાઈ પિપળીયા એ તમામ ને શૂભેચ્છાઓ પાઠવી હતી.

ગોંડલ પંથક મા રાજકારણનુ એપી સેન્ટર ગણાતા મોવિયા મા પુર્વ સરપંચ વાઘજીભાઇ પડારીયાનો પરાજ્ય થયો છે.તેમના પત્નિ મધુબેનની હાર થઇ છે.મોવિયા મા  કંચનબેન રોહીતભાઇ ખુંટ વિજેતા બન્યા છે.

દેવચડી મા જીલ્લા ના સહકારી અગ્રણી મગનભાઈ ઘોણીયા ની પેનલ નો સફાયો થયો છે.

ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે એસસી અનામત સીટ હોય રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા ભાવેશભાઈ ભાસા ની માત્ર ૧૦ મતે પોતાના ગામ માં પાતળી સરસાઈ થી હાર થવા પામી હતી જ્યારે વિજયભાઈ ધનજીભાઇ બગડા ને ૩૨૦ મત મળતા વિજય થયો હતો.આમ કોંગ્રેસ પ્રવકતા પોતાની હોમપીચ પર પરાજીત બન્યા છે.

(11:47 am IST)