Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

૪૦૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલ ૬ પાકિસ્તાની શખ્સોને ભુજ કોર્ટમાં રજૂ કરાશે

ભુજ તા. ૨૨: જખૌના ૪૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ૬ પાકિસ્તાનીઓને આજે ભુજની એનડીપીએસ કોર્ટમાં રજુ કરાશે. દરિયાઇ સીમામાંથી ૭૭ કિલો ડ્રગ્સ પકડાયું હતું. એટીએસ, કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનમાં ડ્રગ્સ પકડાયું હતું. પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી ડ્રગ્સ લવાતુ હતું.
ગુજરાતના અતિસંવેદનશીલ ૧૬૦૦ કિમીમાં ફ્ેલાયેલો દરિયાઈ માર્ગ જાણે પાકિસ્તાની ડ્રગ્સ માફ્ીયાઓ માટે ડ્રગ્સનો વેપલો કરવાનો માર્ગ બની ગયો હોય તેમ અવાર નવાર દરિયાઈ માર્ગેથી ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે હવે દરિયાઈ માર્ગમાંથી ભારતમાં ઘુસાડવામાં આવતો વધુ ૪૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ઝડપી પાડ્યો છે. આ સાથે જ પાકિસ્તાનના ૬ શખ્સોને પણ ઝડપી પાડ્યા છે સાથે જ પાકિસ્તાની બોટ પણ જ કરી આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી છે. પાકિસ્તાનના કરાચીથી ડ્રગ્સનો જથ્થો લઈને ભારતના ગુજરાતના દરિયાકાંઠે ઉંતારવાનો હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે.
એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઈનનો જથ્થો કરાચી પોર્ટથી ભારત પાકિસ્તાન આઈએમબીએલ નજીક જખૌથી આશરે ૩૫ નોટીકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ અલ હુસેની માં આવવાનો છે અને પંજાબમાં અંડર્વર્લ્ડ સાથે સંકળાયેલા ઈસમોને મોકલાવો છે. જેના આધારે એટીએસની ટીમ અને જખૌ કોસ્ટગાર્ડના ઉંચ્ચ અધિકારીઓ સંયુક્ત ટીમ બનાવીને કોસ્ટગાર્ડની ઈન્ટરસેપ્ટર બોટમાં બાતમીવાળી જગ્યાએ પહોંચીને અલ હુસેની નામની બોટને રોકીને તપાસ કરતા તેમાંથી ૬ પાકિસ્તાનીઓ પાસેથી ૭૭ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો જેની કિંમત રૂ.૪૦૦ કરોડ થાય છે તે મળી આવ્યો હતો.
એટીએસની ટીમે હેરોઈનનો જથ્થો જ કરી ૬ આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં પુછપરછ કરતા પાકિસ્તાની ડ્રગ માફ્યિા હાજી હસન તથા હાજી હાસમ નાઓએ ડ્રગ્સની ડિલીવરી કરવા માટે એક બોટની વ્યવસ્થા કરી હતી અને બાદમાં મોડી રાત્રે કરાચી બંદરથી આશરે ૬ નોટીકલ માઈલ દૂર આવી હાજી હાસમ તથા હાજી હસનનાઓએ તેમના મળતીયાઓ સાથે ડ્રગ્સનો જથ્થો બોટમાં મુકાવ્યો હોવાનું જણાવ્યું હતુ. પકડાયેલા આરોપીઓના રીમાન્ડ મેળવવા માટે પણ એટીએસની ટીમે તજવીજ હાથ ધરી છે.

 

(11:50 am IST)