Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

વડિયા તાલુકાની ૩૬ ગ્રામ પંચાયતોના સરપંચો વિજેતા જાહેર

કોવિડ ગાઇડ લાઇનના પાલન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઇ

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા, તા.૨૨: વડિયા તાલુકાની ગ્રામપંચાયત ની ચૂંટણી પ્રકિયા માં મતદાન થી લઈ મત ગણતરી સુધી પોલીસની કામગીરી સરાહનીય જોવા મળી હતી.વડિયા આ.હી કન્યા વિદ્યાલય ખાતે ૩૬ ગામોની મત ગણતરી કરવામાં આવી છે ત્યારે વડિયા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સતત ત્રીજા દિવસે પણ ખડે પગે રહી શાંતીપૂર્ણ માહોલ વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં અમરેલી પી.આઈ.દેસાઈના માર્ગદર્શન હેઠળ વડિયા પી એસ આઈ સરવૈયા તેમજ જી.આ.ડી.પી.એસ. આઈ શેખ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ્ દ્વારા વડિયા શહેર તથા  મતગણતરી સ્થળ ની આસપાસના વિસ્તાર માં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં વચ્ચે મતગણતરી  બાદ કોઈ સરઘસના નીકળે અને કોવીડ ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન થાય ઉંપરાંત કોઈ અનિચ્છનીય બનાવના બને અને લોકશાહીના પર્વ એવા ચૂંટણી ની કામગીરી તટસ્થ રીતે પૂર્ણ થાય તેમાટે ઉંમદા કામગીરી જોવા મળી હતી.
વડિયા તાલુકાની ૩૬ ગ્રામપંચાયત ના સરપંચ ઉંમેદવારોની જીત મેળવી છે વડિયા આ.હી કન્યા વિદ્યાલય ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં  અરજણસુખ રેખાબેન રમેશભાઈ મોવલીયા, જંગરઃવિપુલભાઈ ભીખાભાઇ વશાણી, મેઘા પીપળીયાઃ જગુભાઈ દેસાભાઈ ગુજરીયા, રાંદલ ના દડવાઃ મંજુલાબેન મનસુખભાઇ બરવાડિયા, નાજાપુરઃ રેખાબેન નાનજીભાઈ દાફ્ડા, લાખાપાદર.  નિરૂપાબેન અનિલભાઈ ગજેરા, કોલડાઃ ભરતકુમાર હીરાદાસ ગોંડલીયા, નવા ઉંજળાઃ જયશ્રીબેન રાજુભાઇ કાવઠીયા, જુનાબાદલપુરઃ ભારતીબેન અશોકભાઈ પાનસૂરિયા, ઇશ્વરીયાઃ પાલુબેન ચંદુભાઈ સૌંદરવા, તરઘરીઃ રમાબેન ભુપતભાઇ હિરપરા, સાળીગપુરઃ લાભાભાઈ લક્ષ્મણભાઇ બરાડીયા, બાંભણીયાઃ ચંદ્રિકાબેન લાલજીભાઈ ભુવા, મોરવાડાઃ પુનાભાઈ ઠુમર, હમનુમાન ખીજડિયાઃ હંસાબેન ચીમનભાઇ પરમાર, તાલાળીઃ  દિલીપભાઈ દુધાત,  મોટા ઉંજળાઃ વિપુલભાઈ ખીમણી, નવાબાદલપુરઃ  હેતલબેન બાબરીયા, બાટવાદેવલીઃ ગીતાબેન યતીનભાઈ નાગાણી ખડખડઃ વનિતાબેન ભેંસાણીયા, સનાલીઃ .ગીરીશભાઈ મોવલિયા, નાની કુંકાવાવ, સોભાનાબેન જયસુખભાઈ ઢોલરીયા અમરાપુરઃ મંજુલાબેન મગનભાઈ કાનપરિયા રામપુરઃ .વિન્ટુબેન પુનાભાઈ કોટડીયા, તોરીઃ .સોનલબેન યોગેશભાઈ પાનસૂરિયા, કુંકાવાવ મોટીઃ સંજયભાઈ વિરજીભાઈ લાખાણી, સનાળા ચમનભાઈ ગોવિંદભાઈ વાધેલા, ઢુઢીયા પીપળીયા લાલજીભાઈ બાલાભાઈ વાવલીયા, લુણીધાર ચંપાબેન પ્રવિણભાઇ દામોદરા, દેવગામ પ્રભાતભાઈ ખોડાભાઈ લાવડીયા, રોડ વાવડી નરેન્દ્રભાઇ ગોબરભાઈ ઠુંમર, વડિયા મનિષભાઇ ભીખાભાઈ ઢોલરીયા  બરવાળા બાવીસી શારદાબેન અરવિંદભાઈ ડોબરીયા વિજેતા જાહેર થયા છે.
વડિયા શહેરમાં ભાજપ પ્રેરિત બે પેનલોમાં એક પેનલનો વિજય થયો છે.  એક ભાજપ પ્રેરિત મનીશભાઈએ ઢોલરીયાના ૯ સભ્ય વિજેતા થયા છે.

 

બીજી ભાજપ પ્રેરિત પેનલ છગભાઈ ઢોલરીયાના ૫ સભ્ય જીત થઇ છે.

વડીયામાં કુલ મતદાન ૫૧૩૭, મનીશભાઈ ઢોલરીયાને મત મળ્યા ૨૨૧૬, છગનભાઈ ઢોલરીયાને મત મળ્યા ૧૮૮૦ ,બંને ભાજપ પ્રેરિત પેનલ વચ્ચે કાંટે કી તકકરમાં ૩૫૨ મતોની થઈ હારજીત. ભાજપ પ્રેરિત પેનલના મનીશભાઈ ભીખાભાઇ ઢોલરીયા વિજેતા, મનીષભાઈ ઢોલરીયા સરપંચ પદેથી વિજેતા ડીજેના ધબકારે સરઘસ નીકળ્યુ હતું.

વડિયા સરપંચ મનિષભાઇ ભીખાભાઈ ઢોલરીયા ની જીત વડિયા. ગ્રામપંચાયત ના જીતેલા સભ્યોની યાદી

વોર્ડ.૧: છગનભાઇની પેનલ રમાબેન છગભાઈ ઢોલરીયા ૧૯૮ મત વિજેતા, વોર્ડ. ૨: મનીષભાઈ પ્રભાબેન મહેશભાઈ ધામેચા ૧૩૦ મત વિજેતા, વોર્ડ. ૩: છગનભાઇ હરેશભાઇ વિનોદભાઈ રાદડિયાઃ ૨૨૭ મત વિજેતા,  વોર્ડ ૪. છગનભાઇ ગોપાલભાઈ ગાંગજીભાઈ ઢોલરીયાઃ ૧૦૧ મત વિજેતા,  વોર્ડ.૫: મનીષભાઈ સુરેશભાઈ બાલાભાઈ રાંકઃ ૧૫૦ મત વિજેતા, વોર્ડ. ૬: છગનભાઇ જુનેદ દિલાવર ડોડીયાઃ ૧૬૨ વિજેતા, વોર્ડ.૭: મનીષભાઈ કાજલ વિરમભાઈ બરાડીયાઃ ૧૩૦ મત વિજેતા, વોર્ડ.૮: મનીષભાઈ મમતાબેન વિક્રમભાઈ સોજીત્રાઃ ૩૩૦ મત વિજેતા, વોર્ડ.૯: છગનભાઇ પન્નાબેન ઉંમેદભાઈ પ્રાણી..૧૨૬ મત વિજેતા, વોર્ડ.૧૦: મનીષભાઈ સંગીતાબેન નિલેશભાઈ પરમારઃ ૧૪૫ મત વિજેતા, વોર્ડ. ૧૧: મનીષભાઈ રાજેશભાઇ નારણભાઇ ભેડાઃ ૨૨૯ મત વિજેતા, વોર્ડ.૧૩: મનીષભાઈ મહેશભાઈ લાલજીભાઇ મકવાણાઃ ૧૯૩ મત વિજેતા, વોર્ડ.૧૪: મનીષભાઈ ઇન્દુબેન ભીખુભાઇ દાફ્ડા ૨૬૦ મત વિજેતા થયા હતા. 



 

(11:54 am IST)