Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ધ્રાંગધ્રા પાસે બે બાઇકની ટક્કરઃ બેના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૨: ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામ પાસે બે બાઈક વચ્ચે થયેલી અકસ્માતમાં બે વ્યકિતના મોત નિપજેલ હોવાનું તથા બે વ્યકિત ઘાયલ થયેલ હતા જેમાં બે વ્યકિતને ગંભીર ઈજા સાથે સારવાર માટે સુરેનદ્રનગર લાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
બે બાઈક વચ્ચે ધડાકાભેર અથડામણ થતા સર્જાયેલા અકસ્માતમાં અજય નટુભાઈ ભીમાણી નામના વ્યકિતનુ દ્યટનાસ્થળે જ મોત નિપજયું હતુ જયારે સંજય પ્રતાપભા ભીમાણી સહિત ત્રણને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લાવવામા આવ્યા હતા જયાં વધુ એક વ્યકિત નરાળીના મહેશભાઈ ઘનશ્યામભાઈ વીંછીયાનું  ઉં.વ.૨૨નું મો થયાનું જાણવા મળે છે.
આ અકસ્માતને પગલે રાહદારીઓ અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરેલ હતી. આ બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલ છે. ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વાહનોની સંખ્યા વધતા અકસ્માતો પણ વધી રહ્યા છે.

 

(11:54 am IST)