Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઉંપલેટા તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણીનું પરીણામ જાહેર

આખો દિવસ ગ્રામ્ય વિસ્તારમાં કોણ સરપંચની ચર્ચાઓ

 (કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉંપલેટા તા. ૨૨: ઉંપલેટા તાલુકાના ૫૧(એકાવન) ગામડામાંથી ત્રણ ગ્રામ પંચાયતની ચુંટણી અગાઉં થઈ ગયેલ હતી. અને ભાયાવદર નગરપાલીકા વિસ્તાર હોય ચાર ગામ બાદ કરતા ૪૭ ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજવામાં આવેલ હતી. જેમાં ૯ ગ્રામ પંચાયતો પહેલા બિનહરીફ થયેલી જેમાં ખીરસરા, વડેખણ, પ્રાંસલા, સાતવડી, જાર, ચરેલીયા, હરીયાસણ, કેરાળા, અને મુરખડા ગ્રામ પંચાયતો સમસર થયેલ હતી. જયારે બાકીની ચુંટણીઓનું આજે પરીણામ આવતા ગધેથડ-કમળાબા વાળા(૬૬),હાડફોડી તોફીક ઈસ્માઈ સમા(૪૮)મેખાટીંબી-૨વી દીલીપ વેકરીયા(૧૭૫),ભીમોરા-હંસાબેન જગદીશકુમાર મારવાણીયા(૩૨), તલગણા-કવીબેન પ્રફુલ બોરખતરીયા(૩૦ સાજડીયાળી શોભનાબેન દલપણ માડકીયા(૨૫૫), વચલા કલારીયા અમૃત નાથાભાઈ વેકરીયા, સંધીના કલારીયા આરીફમીયાં આલમીયા કાદરી, વરજાંગ જાળીયા-પ્રભાબેન અલ્પેશ ચાવડા(૫૩૧), નવા ક્લારીયા-સંજયભાઈ નાનજી આરદેશણા, સેવંત્રા-૨માબેન પોલા બારૈયા, ભાંખ મનોહરસીંહ પ્રવીણસીહ જાડેજા, અરણી-પ્રફુલાબેન જયંતીભાઈ વૈશ્વાણી, નાગવદર-પરેશ હરદાસ ભોપાળા, જામટીંબડી-દામજી મગનભાઈ ૫રમાર (૫૯૪), લાઠ-પૃથ્વીરાજસીંહ વીજયસીંહ ચુડાસમા(૫૭૫), માખીયાળા - દુધીબેન દીનેશભાઈ બાબરીયા, પડવલા નશીમાબેન સુમારભાઈ સુમરા, ડુમીયાણી-પ્રભાબેન સંજયભાઈ ભારાઈ, ખારચીયા- બોદુભાઈ દોસમામદ મથુપોતરા(૨૯૭), ગણોદ હેતલબેન રવીભાઈ વીરડા(૪૨૦) તણસવા જયાબેન પરબતભાઈ મારૂ, નીલાખા મુકેશભાઈ માણસુરભાઈ ચુડાસમા(૫૫૧) કાથરોટા-જેઠીબેન નથુભાઈવાવણોટીયા (૪૪૦), મજેઠી- ભીમાભાઈ હરસુરભાઈ ચાવડા(૧૫), સમઢીયાળા- પાવૅબેન વીઠલ નારીયા(૧૬૭),ઈસરા-નંદુબેન ભીખાભાઈ નંદાણીયા(૧૨૬), મેરવદર મનસુખભાઈ છગનભાઈ કથીરીયા સહિતના સરપંચો ચુંટાઈ આવતા ગામ લોકો અને રાજકીય આગેવાનોએ અભિનંદન પાઠવેલ હતા.

 

(11:55 am IST)