Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઓખામાં વધુ એક મોબાઇલની દુકાન પર ત્રાટકતા તસ્કરો

ખંભાળયા, તા.૨૨: ઓખામાં નવી બજાર ખાતે રહેતા દર્શક સુરેશભાઈ સામાણી નામના ૩૦ વર્ષના લોહાણા વેપારી યુવાનની આર.કે. બંદર ખાતે આવેલી શ્રીજી મોબાઈલ નામની દુકાનમાં તારીખ ૨૦ના રોજ રાત્રીના સમયે તસ્કરોએ ખાતર પાડી, જુદી જુદી કંપનીના રૂપિયા ૨૨ હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફેન તેમજ વિવિધ પ્રકારની એસેસરીઝ મળી કુલ રૂપિયા ૨૫,૩૦૦ના મુદ્દામાલની ચોરી થવા સબબ પોલીસ મથકમાં ધોરણસર ફ્રિયાદ નોંધાવવામાં આવી છે.
ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે ટક્કર
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે તેર કી.મી. દૂર આરાદ્યના નજીક પૂરઝડપે બેફ્કિરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. ૧૦ ડી.ઈ. ૪૩૧૭ નંબર અને ઇકો મોટરકાર ચાલકે આ માર્ગ પર જઈ રહેલી જી.જે. ૧૮ બી.એન. ૩૩૨૫ નંબરની એક આર્ટિકા કાર સાથે રોંગ સાઈડમાં આવીને ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રહીશ હિરેનભાઈ બળદેવભાઈ રબારી નામના બત્રીસ વર્ષના યુવાન તથા તેમની સાથે રહેલા અન્ય મુસાફ્રોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

 

(11:59 am IST)