Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જામકંડોરણાના બરડીયા ગામે હસમુખભાઇ પટેલના ઘરમાં ઘુસી હુમલોઃ કારના કાચ ફોડી નાખ્યા

તારા બોરનું પાણી ઘર વપરાશ માટે કેમ આપતો નથી? તેમ કહી તૂટી પડયાઃ સહદેવસિંહ તથા દોલુભા ચુડાસમા સહીત ૪ સામે પોલીસમાં ફરીયાદ
રાજકોટ, તા., ૨૨: જામકંડોરણાના બરડીયા ગામે બોરના પાણી પ્ર‘ે ઘરમાં ઘુસી પટેલ આધેડ પર હુમલો થયો હતો અને કારમાં તોડફોડ કરી હતી.
બરડીયા ગામે રહેતા હસમુખભાઇ પરસોતમભાઇ પટેલ પોતાના ઘરે હતા ત્યારે તે જ ગામના સહદેવસિંહ દોલુભા ચુડાસમા, હર્ષદબા ચુડાસમા તથા દોલુભા દિપસિંહ ચુડાસમાએ ઘરમાં પ્રવેશ કરી તું તારા બોરનું પાણી ઘરવપરાશ માટે કેમ આપતો નથી? તેમ કહી ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. એ દરમિયાન લોકોના ટોળા ભેગા થઇ જતા ઉંકત ત્રણેય ધમકી આપી જતા રહયા હતા. ત્યાર બાદ ઉંકત ત્રણેય તથા તૃીબા સહીત ચારેય એ લાકડીઓ સાથે હસમુખભાઇના ઘરે આવ્યા હતા. પરંતુ હસમુખભાઇએ બારણુ ન ખોલતા ઘરના બારીના કાચ તથા હસમુખભાઇના ભત્રીજાની ગાડીના કાચ તોડી નુકશાન કર્યુ હતું. આ અંગે હસમુખભાઇએ ઉંકત ચારેય સામે ફરીયાદ કરતા જામકંડોરણા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(1:30 pm IST)