Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

કોટડાસાંગાણી તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત વેરાવળમાં સરપંચ પદે રવિરાજસિંહ

 કોટડાસાંગાણીઃ  કોટડાસાંગાણી તાલુકા મા ટોટલ ૨૬ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં વેરાવળ ગ્રામ પંચાયતની સરપંચની ૨૦ વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં  ટોટલ ૬૬.૯૫% મતદાન થયું હતું જેમાં રવિરાજસિંહ બન્ને સિંહ જાડેજા સરપંચ પદે ચૂંટાય આવ્યા છે.ગામમા પણ ખુશી અને જસ્નનો માહોલ છવાય ગયો હતો.જેમાં રવિરાજસિંહ જાડેજાને કુકરના નિશાન પર વેરાવળવાસીઓએ ખોબલે ખોબલે મત આપી ભવ્ય વિજય બનાવ્યા.જેમને ટોટલ ૨૦ વોર્ડની ચૂંટણી મા ૧૬ સીટો મળતા ગામ વિકાસ પેનલનો ભવ્ય જળહળતો વિજય થયો છે. ગામમા પણ ગ્રામજનોનો ખુબ આવકાર પણ મળ્યો છે.જેથી ચારે તરફ્થી મતદારો એ મ્હોંર મારી અને ફ્રી તક મળતા વેરાવળ ગામને વિકાસના કામોનેને પણ વેગ મળશે. (તસ્વીરઃ કમલેશ વસાણી શાપર-વેરાવળ)


 

(12:04 pm IST)