Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

લોધીકાના ગામડાઓમાં પરિવર્તનનો પવનઃ ભાજપ પ્રેરિત પેનલો વિજેતા

૨૪ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેરઃ વિજયોત્સવની ઉંજવણી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા. ૨૨:. લોધીકા સહીત તાલુકાની ૨૪ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતા મોટાભાગની ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરિત પેનલો ચૂંટાઈ આવતા ભાજપ છાવણીમાં આનંદની લાગણી ફેલાઈ ગયેલ છે.
લોધીકા ગ્રામ પંચાયત ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસના સરપંચ સિવાય સભ્યોના ઉંમેદવારો મેદાનમાં ન હોવાથી ભાજપ પ્રેરિત બન્ને પેનલ મેદાનમાં હતી જેમા ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી, તાલુકા પંચાયત ઉંપપ્રમુખ કિશોરભાઈ વસોયા, માલધારી સમાજના ભૂપતભાઈ સીરોડીયા, અનુસૂચિત જનજાતિના પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા વિગેરેના નેતૃત્વમાં યોજાયેલ ચૂંટણીમાં આ પેનલનો ભવ્ય વિજય થયેલ છે. કુલ ૧૦માંથી ૮ બેઠકો કબ્જે કરેલ છે, જ્યારે સામેની પેનલમાં બે ઉંમેદવારો ભાવેશભાઈ વાગડીયા તથા મનોજભાઈ ચાવડા વિજેતા થયેલ છે. સરપંચ પદના ઉંમેદવાર સુધાબેન કિશોરભાઈ વસોયા જંગી લીડથી વિજેતા જાહેર થતા તેમના શુભેચ્છકો દ્વારા હારતોરા કરી વિજયોત્સવ મનાવ્યો હતો. જ્યારે કબ્જે કરેલ ૮ બેઠકોમાં ક્રમશઃ વોર્ડ નં. ૨માં શામજીભાઈ શિયાળ, વોર્ડ નં. ૩માં દિલીપભાઈ મારકણા, વોર્ડ નં. ૪માં જયંતિભાઈ વસોયા, વોર્ડ નં. ૫માં મનીષાબેન રૈયાણી, વોર્ડ નં. ૬માં નીશાબેન આદમાણી, વોર્ડ નં. ૭ ચંપાબેન ખીમસુરીયા, વોર્ડ નં. ૮માં ભારતીબેન ખીમુસરીયા, વોર્ડ નં. ૧૦માં રાજેશ્રીબેન રૈયાણી વિજેતા જાહેર થયેલ હતા.
લોધીકાના વાગુદડ ગ્રામ પંચાયતમાં સરપંચ માત્ર એક મતથી જીત્યા
(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા. ૨૨:. વાગુદડ ગામના સરપંચની યોજાયેલ ચૂંટણીના પરિણામ સામે આવતા સરપંચ માત્ર ૧ મતથી વિજેતા જાહેર થયા હતા.
વાગુદડ ગ્રામ પંચાયતના આઠ વોર્ડ ગામની સમજુતીથી સમરસ થયેલ પરંતુ સરપંચ પદ માટે બે ઉંમેદવાર હોય ચૂંટણી થયેલ જેમાં મત ગણતરી સંપન્ન થતા સરપંચના ઉંમેદવાર ઘુસભાઈ વીરડાને ૨૫૩ મત જ્યારે અન્ય ઉંમેદવારને ૨૫૨ મત મળતા સરપંચ માત્ર ૧ મતની લીડથી વિજેતા જાહેર થયેલ હતા.

 

(12:06 pm IST)