Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

વિછીયા ગ્રામ પંચાયતમાં સભ્ય પદે સતત ૯મી વખત રબારી સવશીભાઇ વિજેતા

ગામમાં નિઃસ્વાર્થ સેવાભાવીની છાપઃ ઠેરઠેરથી શુભેચ્છા

રાજકોટ તા. ૨૨: ગઇકાલે જાહેર થયેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામમાં વિછીયા ગ્રામ પંચાયતના એકમાત્ર સભ્ય સવશીભાઇ ભુરાભાઇ સાંબડ (રબારી)નો વધુ એક વખત વિજય થયો છે. તેઓ સતત ૪૦ વર્ષથી સભ્ય પદે છે. આ વખતે તેઓ સતત ૯મી ટર્મમાં વિજેતા થયા છે. જ્યારે સરપંચ પદે ચતુરભાઇ રાજપરાનો ભવ્ય વિજય થયો છે. સભ્ય તરીકે સતત નવમી ટર્મમાં ચૂંટાયેલા રબારી સવશીભાઇ ગામમાં અગ્રણી સેવાભાવી વ્યક્તિ તરીકે નામના ધરાવે છે. ગામના દરેક પ્ર‘ોને ઉંકેલવામાં તેઓ સતત નિઃસ્વાર્થભાવે આગળ રહે છે. આ કારણે જ સતત નવમી વખત તેઓ વિજેતા થતાં સમગ્ર ગ્રામજનોએ તેમને આવકારી અભિનંદન પાઠવ્યા હતાં.

 

(12:07 pm IST)