Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

યમલ વ્યાસ હાઉસીંગ બેંકમાં, પ્રદીપ ખીમાણી સી.બી.આઇ.માં ડીરેકટર પદે

કેન્દ્રના બોર્ડ - નિગમોમાં નિમણૂકનો દોર આગળ વધ્યો

રાજકોટ તા. ૨૨ : ભારત સરકારે બોર્ડ, નિગમોમાં નિમણૂંકનો દોર આગળ વધાર્યા છે. પ્રદેશ ભાજપના મુખ્ય વકતા યમલ વ્યાસને (મો. ૯૮૨૫૩ ૧૧૭૭૭) નેશનલ હાઉસીંગ બેંકમાં, જૂનાગઢના ભાજપના અગ્રણી પ્રદીપ ખીમાણીને (મો. ૯૪૨૬૭ ૧૭૦૦૦) સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ડીરેકટર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. ઉર્વિશ શાહને નાબાર્ડ બેંકના ડીરેકટર બનાવાયા છે.

(3:19 pm IST)