Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

નવા ગામ પંચાયતની ચૂંટણી હારી જતા ફોર્મ ભરવા બાબતે મારામારીઃ જામનગરમાં ઉઘરાણી બાબતે ધોલાવી નાખ્યો

જામનગર, તા.૨૨: અહીં પંચ બી પોલીસ સ્ટેશનમાં રજનીકાંત દુદાભાઈ મકવાણા, ઉ.વ.ર૭, રે. નવાગામ, તા.લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તેના પિતા નવાગામ ગ્રામ સરપંચની ચૂંટણી હારી ગયેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી રજનીકાંત તથા સાહેદો ચંગા ગામ ના પાટીયા પાસે પીપળી ગામ જવાના રસ્તા ઉપર જયા હોટલ છે ત્યાં ચા પીતા હોય ત્યારે આરોપીઓ મહાવીરસિંહ સુરુભા જાડેજા, રેવતુભા સુરુભા જાડેજા, ક્રિપાલસિંહ મહાવીરસિંહ જાડેજા, રે. કાનાછીકારી ગામ વાળા ફરીયાદી રજનીકાંતને કહેલ કે તારા પિતા એ કેમ ચુંટણીમાં ફોર્મ મરાવેલ અને અરજી કરેલ છે તેમ કહી ફરીયાદી રજનીકાંત નો કાઠલો પકડી ઝાપટ મારી ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હડધુત કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

પંચ બી પોલીસ સ્ટેશનમાં અલીભાઈ લતીફભાઈ સીદીકી, ઉ.વ.રર, રે.  નળી ૭ર ખોલીની સામે જોશીભાઈની ખોલીમાં દરેડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, બાયપાસ રોડ લાલપુર ચોકડી નજીક દરેડમાં ફરીયાદી અલીભાઈ ને આરોપી વિજય મોમાઈ ટીવી રીપેરીંગ વાળા પાસે હાથ ઉછીના લીધેલ રકમના હિસાબ બાબતે બોલાચાલી ઝઘડો થયેલ આ વાતનો ખાર રાખી અને આરોપીઓ વિજય મોમાઈ ટીવી રીપેરીંગ વાળો, વિજયસિંહ દરબાર, રણજીતસિંહ, મંગલસિંહ, રે. બધા દરેડ ગામ વાળા એક સંપ કરી ફરીયાદી અલીભાઈ તથા  સાહેદ સદામ હુૃશેનને લાકડા ના ધોકા વડે માર મારી ફરીયાદી અલીભાઈને શરીરે મુંઢ ઈજા કરી અને સાહેદ ને ડાબા હાથ ની હથેળી તથા ડાબા પગમાં ઈજા કરી તેમજ શરીરે મુંઢ ઈજા કરી અને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

માનસીક બીમાર વૃઘ્ધ ઘરે પડી જતા મોત

અહીં પટેલ પાર્ક, મયુર ગ્રીન સોસાયટી, જામનગરમાં રહેતા ભાવેશભાઈ જગદીશભાઈ મહેતા, ઉ.વ.૪પ એ સીટી એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર મીતેશભાઈ કાંતીભાઈ મહેતા, ઉ.વ.પ૦, રે. મહાલક્ષ્મીચોક, જામનગરવાળા માનસીક ઘણા સમયથી બિમાર હોય અને પોતે એકલાજ રહેતા હોય અને કોઈપણ કારણોસર પોતાના ઘરે પડી જતા નાકના ભાગે તથા કપાળના ભાગે ઈજા થતા મૃત્યુ પામેલ છે.

જૂની અદાવતનું મનદુઃખ રાખી માર માર્યાની રાવ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સંજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉ.વ.૩પ, રે. ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી, શેરી નં.–૬, રામાપીરના મંદિર પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી સંજયસિંહ ના ભાઈને આરોપી ભોલુભા ચુડાસમા ના દિકરા હરપાલસિંહ સાથે છ– સાત મહીના પહેલા કોઈ છોકરી બાબતે માથાકુટ થયેલ જે બાબતેનું મનદુઃખ રાખી આરોપીઓ ભોલુભા ચુડાસમા, દિવ્યરાજસિંહ ભોલુભા, ભોલુભાના જમાઈ મંગળસિંહ જાડેજા, વિક્રમસિંહ ચુડાસમા, વિક્રમસિંહનો દિકરો રે. જામનગરવાળા ગેરકાયદેસર મંડળી રચી આરોપી ભોલુભા ચુડાસમા એ લાકડના ધોકા તથા દિવ્યરાજસિંહ ભોલુભા એ લોખંડનો પાઈપ લઈ આવી ફરીયાદી સંજયસિંહ ને બધા આરોપીઓએ મળી આડેધડ ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી દિવ્યરાજસિંહ ભોલુભા એ લોખંડના પાઈપથી ફરીયાદી સંજયસિંહના ભાઈને કપાળના ભાગે મારી તથા આરોપી ભોલુભા ચુડાસમાએ લાકડાના ધોકાથી ફરીયાદી સંજયસિંહના ભાઈને આડેધડ પગમાં તથા શરીરના ભાગે મારમારી ગુનો કરેલ છે.

(1:31 pm IST)