Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

અમરેલીથી સિનિયર સિટિઝન વોલીબોલ શુટીંગ ટીમ રાજ્યકક્ષાએ નડિયાદ (ખેડા) મુકામે રમવા જવા રવાના

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૨: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કમિશનર રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત સિનિયર સિટિઝન વોલીબોલ શુટીંગ સ્પર્ધા અમરેલી જીલ્લાકક્ષાએ અમરેલીની હનુમંત ટીમ પ્રથમ આવતા તેઓ હવે રાજ્યકક્ષાએ નડિયાદ મુકામે રમવા જવા અમરેલીથી રવાના થયેલ છે અને આ ટીમને જીલ્લા રમત-ગમત અધિકારીશ્રી કુરેશી સાહેબ તથા સ્ટાફ ગણે શુભકામના પાઠવેલ છે. આ ટીમના કેપ્ટનશ્રી ગિરિશભાઇ એસ.ત્રિવેદી, વાઇસ. કેપ્ટન શ્રી રશ્મિનભાઇ બી. ત્રિવેદી તથા સુરેશભાઇ એસ. ત્રિવેદી, વિજય ડી.સરવૈયા અને નરેન્દ્રભાઇ ભટ્ટી તેમજ રામભાઇ જી. અગ્રવાત ટીમે સાથે રવાના થયેલ છે.

(12:38 pm IST)