Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

વિજેતા થયેલા સરપંચો સભ્યોને અભિનંદન પાઠવતા અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ

સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારમાં

સાવરકુંડલા, તા. રર : સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારની વિવિધ ગ્રામ પંચાયતોમાં વિજયી થયેલ તમામ સરપંચઓ અને સદસ્યીઓને અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાએ અભિનંદન પાઠવેલ છે અને સમગ્ર સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં શાંતિ પૂર્ણ મતદાન થી લઈ રિજલ્ટ સુધી સાથ સહકાર આપનાર તમામ જિલ્લા અને તાલુકાના પદાધિકારીશ્રીઓ, આગેવાનો, કાર્યકરો, અધિકારીશ્રીઓ અને ગ્રામજનોનો આભાર વ્યકત કરેલ છે. આ તકે સુરેશભાઈ પાનસુરીયાએ વધુમાં જણાવેલ છે કે, જીત અને હાર તો ચૂંટણીના પહેલું છે. આપણે સૌએ ચૂંટણીમાં બનેલ નાની-મોટી વાતો અને રાગ-દ્વેશને ભૂલી માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ના સૂત્રને અનુલક્ષી આપણા ગામનો સૌના સહકાર થી વિકાસ થાય અને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ નો લાભ પહોચે તે માટે સૌએ પ્રયત્નો કરવા નમ્ર અપીલ છે.

(1:32 pm IST)