Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

પોરબંદરના મીયાણીમાં સરપંચપદના વિજેતા ઉમેદવાર તથા તેના ભત્રીજા ઉપર હુમલો

મત ગણતરી પૂર્ણ થયા બાદ વિજય સરઘસ સામે હારી ગયેલ સરપંચ પેનલના ઉમેદવાર દ્વારા ડખ્ખો : હુમલામાં ઘવાયેલા વિજેતા ઉમેદવાર તથા તેના ભત્રીજા સારવારમાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૨ : તાલુકાની મીયાણી ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં મતગણતરી બાદ વિજેતા ઉમેદવારના વિજય સરઘસ કાઢવા સામે ચૂંટણીના હારેલા ઉમેદવારની પેનલના ભરત માણેકે ડખ્ખો કરીને તેઓ તથા પેનલના અન્ય સભ્યો દ્વારા હુમલો કરતા વિજેતા ઉમેદવારની પેનલના જેઠાભાઇ ગીગાભાઇ તથા તેના ભત્રીજાને ઇજા થતાં બંનેને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે ખસેડાયેલ છે.

તાલુકાની માળિયા ગ્રામ પંચાયતના સરપંચપદ પેનલના વિજેતા જેઠાભાઇ ગીગાભાઇના વિજય સરઘસ પ્રશ્ને હારેલા ઉમેદવારની પેનલના ભરત માણેક તથા સભ્યોએ હુમલો કરતા જેઠાભાઇ ગીગાભાઇ અને તેનો ભત્રીજો ઘવાય જતાં બંનેને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે ખસેડાયેલ છે.

મીયાણીમાં ચૂંટણી બાદ વિજય સરઘસ પ્રશ્ને ડખ્ખો થયાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

(12:40 pm IST)