Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ધોરાજીના ઉપલેટા રોડ નેશનલ હાઇવે ભુખી ચોકડી પાસે સામસામે બે કાર અથડાતાં એકનું મોતઃ બેને ગંભીર ઇજા

ધોરાજી,તા.૨૨: ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે રોડ ભૂખી ચોકડી પાસે પુરઝડપે આવી રહેલી બંને કાર સામસામે અથડાતાં એક યુવાનનું મોત ઘટના સ્થળે થયું જયારે બે મહિલાઓને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના ઉપલેટા રોડ નેશનલ હાઈવે ભૂખી ચોકડી પાસે ભાણવડ તાલુકા થી ફોરવીલ લઈને ચોટીલા દર્શને જતા હતા ને ફેમિલી સાથે સામે કાર ભટકાતા બંને કાર રંગોળી ગઈ હતી અને ઘટના સ્થળે છે ભાણવડ તાલુકાના દિનેશભાઇ પરમારનો ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું જયારે અન્ય બે મહિલાઓ પરમાર સેજલબેન તેમજ નકુમ દીપ્તિ બંને બહેનોને ગંભીર ઈજા પહોંચી હતી ઉપરોકત બનાવ અંગે ધોરાજીની પોલીસે તપાસ હાથ ધરી છે.

આંબરડી ભાણવડ તાલુકાના ગામેથી ચોટીલા દર્શન જતા હતા એવા સમયે ધોરાજી નજીક ગંભીર અકસ્માત થતા એકનું મોત અને ૨ મહિલાઓને ગંભીર ઇજા પહોંચી છે ભાણવડ તાલુકાના આંબરડી ગામની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(1:07 pm IST)